વાયનાડઃ ગુજરાતને ત્રીજા દિવસે 113 રનથી હરાવીને કેરલે રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ગુજરાતને જીત માટે 195 રનની જરૂર હતી પરંતુ ટીમ 81 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાસિલ થમ્પીએ 27 રન આપીને પાંચ તથા સંદીપ વારિયરે 30 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.
ગુજરાતની શરૂઆત ખરાબ રહી અને છઠ્ઠી ઓવરમાં કથાન ડી પટેલને થમ્પીએ બોલ્ડ કર્યો હતો. તે ઓવરના અંતિમ બોલ પર પ્રિયાંક પંચાલ (3) પણ આઉટ થતા ગુજરાત મુશ્કેલીમાં આવી ગયું હતું. રાહુલ શાહે એક છેડો સાચવીને બેટિંગ કરતા તેણે 70 બોલમાં 33 રન બનાવ્યા હતા.
ગુજરાતનો કેપ્ટન પાર્થિવ પટેલ પણ શૂન્ય પર આઉટ થયો હતો. ધ્રુવ રાવલ (17) બે આંકડામાં પહોંચનાર બીજો બેટ્સમેન રહ્યો હતો. થમ્પીએ મેચમાં કુલ 8 વિકેટ ઝડપતા તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રણજીના ક્વાર્ટર ફાઇનલમાં કેરેલાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 185/9 દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમ પ્રથમ દાવમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં કેરેલાએ 171 રન બનાવ્યા અને ગુજરાતને જીતવા માટે 195 રનની જરૂર હતી. ગુજરાતની ટીમ 95 રન જ બનાવી શકી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે