Home> Sports
Advertisement
Prev
Next

કેરલમાં પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા ક્રિકેટર, સંજૂ સેમસને આપ્યા 15 લાખ રૂપિયા

ભારતીય ક્રિકેટરોએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કેરલ પૂર પીડિતોની મદદ માટે અપીલ કરી રહ્યાં છે. 

કેરલમાં પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા ક્રિકેટર, સંજૂ સેમસને આપ્યા 15 લાખ રૂપિયા

તિરુવનંતપુરમઃ કેરલમાં પૂરનો કહેર જારી છે. કેરલમાં પૂરથી મરનારની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ઘણી જગ્યાએ બચાવ અભિયાન ચાલુ છે. એર્નાકુલમ, ત્રિશૂર અને ચેંગન્નુર જિલ્લામાં કેટલાક લોકોના મોત થયાના સમાચાર છે. વરસાદથી સર્વાધિક પ્રભાવિત જિલ્લામાં અલુવા, ચલાકુડી, અલાપ્પુઝા, ચેંગન્નુર અને પત્તનમતિટ્ટા જેવા વિસ્તારો સામેલ છે. 9 ઓગસ્ટથી શરૂ થયેલા વરસાદે લાખો લોકોને બેઘર કર્યા અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. શનિવારે વરસાદ ધીમો પડવાને કારણે ઇડુક્કી બાંધના જળ સ્તરમાં ઘટાડો થયો પરંતુ પૂર દ્વારા ખુલ્લુ રહેવાને કારણે પાણી હજુપણ બહાર નિકળી રહ્યું છે. 

fallbacks

કેરલમાં પૂર પીડિતોની મદદ માટે દેશભરમાંથી લોકો સામે આવી રહ્યાં છે. આ કડીમાં ભારતીય ક્રિકેટર પણ કેરલમાં મદદ માટે આગળ આવ્યા છે. આ લોકો ન માત્ર પૂર પ્રભાવિત લોકોની મદદ કરી રહ્યાં છે, પરંતુ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને પણ મદદ કરવા માટે અપીલ કરી રહ્યાં છે. ક્રિકેટર સંજૂ સેમસને 15 લાખ રૂપિયાની મદદ કરી અને બાકી લોકોને પણ મદદ કરવા અપીલ કરી છે. 

મહત્વનું છે કે, રાજ્યના ખાદ્ય મંત્રી પી. થિલોથમને મીડિયા સાથે વાત કરતા કહ્યું, એક વાત જે હું કહેવા ઈચ્છું છું કે આ સંખ્યા ખૂબ મોટી છે અને સમયની જરૂરીયાત છે કે લોકોને ખાદ્ય પેકેટ અને પીવાના પાણીની આવશ્યકતા છે. નૌસેનાની આશરે 15 નાની હોડી અહીં આવી શકી છે. પરંતુ મુશ્કેલી સાંજ બાદની છે જ્યારે બચાવ અભિયાન ચલાવી શકાય તેમ નથી. લોકોને જલ્દી બહાર કાઢવા માટે હેલીકોપ્ટરોની પણ આવશ્યકતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More