Home> Sports
Advertisement
Prev
Next

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપનો પ્રશંસક બન્યો પીટરસન, કહ્યું- વિસ્ફોટક


ઈંગ્લેન્ડનો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસન આ દિવસોમાં પોતાના ટ્વીટર એકાઉન્ટ પર હિન્દીમાં વાત કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ જ્યારે પીટરસનની પ્રશંસા કરી તો આ ખેલાડીએ મોદીની લીડરશિપની પણ પ્રશંસા હિન્દીમાં કરી હતી. 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપનો પ્રશંસક બન્યો પીટરસન, કહ્યું- વિસ્ફોટક

નવી દિલ્હીઃ આ દિવસોમાં ટ્વીટર પર હિન્દીનો ઉપયોગ કરી રહેલા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપની પ્રશંસા કરી છે. શુક્રવારે પીટરસને ભારતવાસીઓને કોરોનાથી લડવા માટે હિન્દીમાં સાવચેત કર્યા છે. વડાપ્રધાન મોદીને પીટરસનના આ પ્રયાસની પ્રશંસા કરી છે, તો પીટરસને પણ તેમના વખાણ કરવામાં વાર ન લગાડી. 

fallbacks

વડાપ્રધાન મોદીએ ભલે ઇંગ્લિશમાં આ વિસ્ફોટક બેટ્સમેનની પ્રશંસા કરી, પરંતુ પીટરસને એકવાર ફરી હિન્દીમાં પીએમના વખાણ કર્યાં હતા. 

વડાપ્રધાને કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પીટરસન સહિત અન્ય ક્રિકેટરોના પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, વિસ્ફોટક બેટ્સમેન જેણે ટીમોને સંકટોમાં જોઈ છે, તે આપણને કંઇક કહી રહ્યો છે. 

કોવિડ-19 વિરુદ્ધ આપણે બધા સાથે મળીને લડીશું. આ ટ્વીટમાં પીએમે વિરાટ કોહલી, સુરેશ રૈના, શિખર ધવન અને અંજ્કિય રહાણેના ટ્વીટ્સને પણ સામેલ કર્યું છે. 

ઈંગ્લેન્ડના આ પૂર્વ કેપ્ટને વડાપ્રધાનની આ વાતનો તુરંત જવાબ આપ્યો હતો. પીટરસને જવાબ આપતા લખ્યું, 'આભાર મોદી જી, તમારી લીડરશિપ પણ ઘણી વિસ્ફોટક છે.' આ સાથે પૂર્વ બેટ્સમેને નમસ્તે વાળા એક ઇમોજીનો ઉપયોગ કર્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More