Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: કેએલ રાહુલે કરી આરસીબીની ધોલાઈ, આ સીઝનમાં ફટકારી પ્રથમ સદી


રાહુલની સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 20 ઓવરમાં 3 વિકેટે 206 રન બનાવ્યા છે. 
 

IPL 2020: કેએલ રાહુલે કરી આરસીબીની ધોલાઈ, આ સીઝનમાં ફટકારી પ્રથમ સદી

નવી દિલ્હીઃ IPL 2020 KL Rahul Century RCB vs KXIP: કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે આઈપીએલ 2020 સીઝનની પ્રથમ સદી ફટકારી છે. રાહુલે આરસીબી વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમતા આઈપીએલ કરિયરની બીજી સદી ફટકારી હતી. આ લીગમાં કેપ્ટન તરીકે તેની પ્રથમ સદી છે. રાહુલે આઈપીએલમાં પોતાની પ્રથમ સદી પાછલા વર્ષે ફટકારી હતી. રાહુલે 69 બોલમાં 7 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી અણનમ 132 રન ફટકાર્યા હતા. તેણે  191.30ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા. 

fallbacks

આરસીબી વિરુદ્ધ રાહુલે આ સદી 62 બોલમાં પૂરી કરી હતી. પોતાની સદી પૂરી કરવા દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેએલ રાહુલે કેપ્ટન અને નોન કેપ્ટન તરીકે સદી ફટકારવા મામલે વીરેન્દ્ર સેહવાગ અને ડેવિડ વોર્નરની બરોબરી કરી લીધી છે. પાછલા વર્ષે તેણે પંજાબ તરફથી બેટ્સમેન તરીકે સદી ફટકારી હતી, પરંતુ આ વખતે કેપ્ટન તરીકે આ સિદ્ધિ મેળવી છે. 

રાહુલે આઈપીએલમાં પૂરા કર્યા 2 હજાર રન
IPL 2020 ની છઠ્ઠી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં પંજાબની ટીમના કેપ્ટન કેએલ રાહુલે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કેએલ રાહુલે આઈપીએલ કરિયરમાં 2000 રન પૂરા કરી લીધા છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More