આઈપીએલની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે એલ રાહુલ હાલ લંડનમાં છે. જો કે તે WTC ફાઈનલ માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. પગમાં ઈજા બાદ રાહુલની સર્જરી કરવામાં આવી છે અને તે ધીરે ધીરે ઠીક થઈ રહ્યો છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં કે એલ રાહુલ લંડનની એક સ્ટ્રીપ ક્લબમાં જોઈ શકાય છે. કે એક રાહુલનો પાર્ટી એન્જોય કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લંડનની Luxx ક્લબ સ્ટ્રીપ ક્લબ એટલે કે એડલ્ટ ક્લબ તરીકે ઓળખાય છે. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટા અવાજવાળા મ્યૂઝિકના શોરમાં એક સ્ટ્રિપર ડાન્સ કરી રહી છે અને ડિમ લાઈટ વચ્ચે કે એલ રાહુલ પણ ક્લબમાં બેસીને પાર્ટી એન્જોય કરી રહ્યો છે. તેનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મજેદાર રિએક્શન પણ જોવા મળી રહ્યા છે.
— “” (@balltamperrerr) May 26, 2023
ફેન્સ ચોંકી ગયા
કે એલ રાહુલને ક્લબમાં જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા. કેટલાક લોકોએ તો પૂછી પણ લીધુ કે તે ઈજાગ્રસ્ત હતો તો ક્લબમાં કેવી રીતે આવ્યો? કેટલાક લોકોએ ફની રિએક્શન પણ આપ્યા અને લખ્યું કે કે એલ રાહુલ અહીં પણ ખુશ નથી. કેટલાક લોકોએ ટ્રોલર્સનો જવાબ આપતા લખ્યું કે ભાઈ ઓછામાં ઓછી ઈન્જરીમાં તો રાહુલને એકલો છોડો અને રિકવર થવા દો. મેદાનથી બહાર તે ગમે તે કરે.
કોરીકટ છે તો તું કહીશ એમ હું કરીશ: પ્રોફેસરનો સૌથી બિભત્સ Video વાયરલ
વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં આવ્યા રામદેવ, જાણો શું કહ્યું?
PM મોદીની એક ટ્વીટથી વિપક્ષ અલગથલગ! જાણો કેમ અસમંજસમાં હશે બહિષ્કાર કરનારા પક્ષો?
અત્રે જણાવવાનું કે ઈજાના કારણે કે એલ રાહુલ 7 જૂનથી શરૂ થતી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં રમી શકશે નહીં. કે એલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. હાલ કે એલ રાહુલ સર્જરી બાદ રિકવર થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે