Home> Sports
Advertisement
Prev
Next

કોરિયા ઓપનઃ શટલર સાઇના નેહવાલ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

વર્લ્ડ નંબર-10 સાઇનાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની શટલર 21-18, 21-18થી પરાજય આપ્યો. આ મેચ 36 મિનિટ સુધી ચાલી હતી. 
 

કોરિયા ઓપનઃ શટલર સાઇના નેહવાલ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં

સિયોલઃ ભારતની અગ્રણી મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ગુરૂવારે કોરિયા ઓપન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઇનાએ મહિલા સિંગલ વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને પરાજય આપ્યો હતો. 

fallbacks

વર્લ્ડ નંબર-10 સાઇનાએ 36 મિનિટ સુધી ચાલેલા આ મેચમાં વર્લ્ડ નંબર-78 કિમને સીધી ગેમમાં 21-18, 21-18થી હરાવીને અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે. પહેલા ગેમમાં સાઇનાએ આસાનીથી કિમ પર પોતાનો દબદબો બનાવતા 16-13ની લીડ મેળવી લીધી હતી. પરંતુ દક્ષિણ કોરિયાની ખેલાડીએ પોઈન્ટ મેળવતા ભારતીય ખેલાડી વિરુદ્ધ પોતાનો સ્કોર 18-20 કરી લીધો હતો. 

લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ ગેમ પોઈન્ટ હાસિલ કરતા પ્રથમ ગેમ કિમ વિરુદ્ધ 21-18થી પોતાની નામે કરી લીધી હતી. બીજી ગેમમાં કિમે ગેમ્સમાં પોતાની વાપસી કરી અને સાઇનાને 9-5થી પાછળ કરી, પરંતુ હાર ન માનનારી ભારતીય ખેલાડીએ 13-13થી સ્કોર બરાબર કરી લીધો હતો. 

સ્કોર બરાબર થયા બાદ સાઇનાએ ગેમ્સમાં વાપસી કરી અને કિમને પછાળતા બીજી ગેમ 21-18થી પોતાના નામે કરીને ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો સામનો જાપાનની નોજોમી ઓકુહારા કે હોંગકોંગની યિપ પુઈ યિનમાંથી કોઈ એક ખેલાડી સામે થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More