Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ

કિંગ્સ ઇલેવન પંજાબે લીગની આગામી સિઝન માટે ઓલરાઉન્ડર ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમને પોતાની સાથે જોડવાની જાહેરાત કરી હતી. 

IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ (kings XI Panjab)એ ઓલરાઉન્ડર ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમને (krishnappa gowtham) પોતાની સાથે જોડવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. પંજાબે આગામી સિઝન માટે ગૌતમને પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન (rajasthan royals) રોયલ્સ પાસેથી ટ્રેડ કર્યો છે. 

fallbacks

રાજસ્થાન રોયલ્સે ગૌતમને 2018ની હરાજીમાં 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. 31 વર્ષીય ગૌતમે આઈપીએલમાં 2015મા 15 અને 2019મા સાત મેચ રમી હતી. 

કિંગ્સ ઇલેવન પંજાબે આ પહેલા ફાસ્ટ બોલર અંકિત રાજપૂતને ટ્રેડ કર્યો હતો. રાજપૂત હવે આઈપીએલની આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. 

IPL 2020: ...તો રહાણે રાજસ્થાન રોયલ્સ નહીં, આ ટીમમાં રમશે

અંકિત 2018મા કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયો હતો અને તેણે અત્યાર સુધી 23 આઈપીએલ મેચોમાં 22 વિકેટ ઝડપી છે. તેણે 2018મા હૈદરાબાદ વિરુદ્ધ 14 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી અને તે આઈપીએલમાં પાંચ વિકેટ ઝડપનાર એકમાત્ર અનકેપ્ડ ખેલાડી છે. 

તો ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને આગામી સિઝન માટે પોતાની સાથે જોડવાની બુધવારે જાહેરાત કરી હતી. બોલ્ટ પાછલી સિઝનમાં દિલ્હી તરફથી રમ્યો હતો. 

હેપ્પી બર્થ-ડે એડમ ગિલક્રિસ્ટઃ 3 વખત વર્લ્ડ ચેમ્પિયન ટીમો સભ્ય રહ્યો, ટેસ્ટમાં આ અનોખો રેકોર્ડ ગિલીના નામે

દિલ્હી કેપિટલ્સે બોલ્ટને મુંબઈ ઈન્ડિયન્સના હાથે ટ્રેડ કર્યો છે. બોલ્ટે 2014મા આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી તેણે 33 મેચોમાં 38 વિકેટ ઝડપી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More