Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: અશ્વિનને રિલીઝ કરશે કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે

રવિચંદ્રન અશ્વિન આઇપીએલની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમશે, કારણ કે કિંગ્સ ઇલેવન પંજાબે છેલ્લી બે સિઝનમાં પોતાના કેપ્ટનને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. 
 

IPL 2020: અશ્વિનને રિલીઝ કરશે કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ સાથે જોડાશે

નવી દિલ્હીઃ રવિચંદ્રન અશ્વિન આઈપીએલની આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમશે, કારણ કે કિંગ્સ ઇલેવન પંજાબ છેલ્લી બે સિઝનથી પોતાના કેપ્ટનને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબની ટીમ અશ્વિનની આગેવાનીમાં 2018મા સાતમાં અને 2019મા છઠ્ઠા સ્થાન પર રહી હતી. 

fallbacks

એક સૂત્રએ જણાવ્યું, 'અશ્વિનને રિલીઝ કરવાની મંજૂરી બીસીસીઆઈએ આપી દીધી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. દિલ્હી કેપિટલ્સે તેને લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પંજાબની ટીમને એક યુવા સ્પિનરની જરૂર છે.'

પંજાબની ટીમ 2014મા રનર્સઅપ રહ્યાં બાદ આઈપીએલ પ્લેઓફમાં પહોંચી શકી નથી. દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તેની ટીમ અશ્વિનની સેવાઓ લેવા ઈચ્છુક છે. ટીમ નવા કેપ્ટન વિશે મુખ્ય કોચની નિમણૂંક બાદ વિચાર કરશે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More