મોહાલીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર જ્યારે આઈ.એસ. બિંદ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેદાન પર ઉતરશે તો તેનો પ્રયત્ન ગત છ મેચોથી ચાલી રહેલા હારના સિલસિલાને તોડવાનો હશે.
બેંગલોર અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યું નથી અને સતત છમાં તેને હાર મળી છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. સતત ત્રીજીવાર વિઝડનના લીડિંગ ક્રિકેટર પસંદ કરાયેલ કોહલી જાણે છે કે બાકીના આઠ મેચોમાં તમામ જીત માત્ર તેનું ભાગ્ય બદલી શકે છે.
કોહલીની ટીમની બેટિંગ અને બોલિંગ ખરાબ રહી છે. કોહલી અને તેના સાથે ડિ વિલિયર્સ તેનો ક્લાસ દેખાડ્યો છે પરંતુ અન્ય કોઈ તેને સાથ આપતું નથી. આ ટીમની નબળાઈ પણ છે કે ટીમ કોહલી અને ડિવિલિયર્સ પર વધુ આત્મનિર્ભર રહે છે. તો બોલિંગમાં યુજવેન્દ્ર ચહલ સિવાય કોઈ સારૂ પ્રદર્શન કરી શક્યા નથી.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલા મેચમાં કોહલીએ 33 બોલ પર 41 રન બનાવ્યા હતા તો મોઇન અલીગે 18 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું હતું. કોહલીની નેતૃત્વ ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા છે. ટીમની ફીલ્ડિંગ પણ ખરાબ રહી છે. સતત દરેક મેચમાં ટીમના ખેલાડીઓએ કેચ છોડ્યા છે.
જો પંજાબની વાત કરવામાં આવેતો છેલ્લા મેચમાં પંજાબે રાહુલની પ્રથમ આઈપીએલ સદીની મદદથી 197 રન બનાવ્યા હતા પરંતુ પોલાર્ડના તોફાનની સામે તેના બોલર આ સ્કોરનો બચાવ કરવામાં અસફળ રહ્યાં હતા.
પોલાર્ડે 31 બોલમાં 83 રન ફટકારીને પંજાબના હાથમાંથી જીત છીનવી લીધી હતી. પરંતુ મુંબઈ સિવાયની મેચ છોડી દેવામાં આવેતો અશ્વિનની આગેવાનીમાં પંજાબે સારૂ પ્રદર્શન કર્યું છે. તેણે સાતમાંથી ચાર મેચ પોતાના નામે કરી છે અને ઘરઆંગણે ટીમ મજબૂત પ્રદર્શન કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે