Lionel Messi Will Visit India after 14 years in december: આર્જેન્ટિનાના ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસ્સી ફરી એકવાર ભારતની ધરતી પર પગ મૂકવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતના પ્રવાસે રહેશે, જ્યાં તે અમદાવાદ, કોલકાતા, દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારા એક ખાસ કાર્યક્રમ હશે, જેમાં મેસ્સી સાથે ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરો પણ ભાગ લે તેવી અપેક્ષા છે.
અમદાવાદમાં પ્રાઇવેટ કાર્યક્રમમાં ભાગ લેશે
અમેરિકાની મેજર સોકર લીગ (એમસીએલ)માં ઇન્ટર માયામી માટે રમનાર મેરસી 13મી ડિસેમ્બર સાંજે અમદાવાદમાં અદાણીના પ્રાઇવેટ કાર્યક્રમમાં ભાગ લેશે. તે 14મી ડિસેમ્બરે મુંબઇ પહોંચીને સીસીઆઇમાં સાજે ૩:૪૫ કલાકે મીટ એન્ટ ગ્રીટ કાર્યક્રમમાં હાજરી આપશે. વાનખેર્ડમાં સાંજે ૫:૩૦ વાગ્યાથી જીઓએરી કપ અને કોન્સર્ટ યોજાશે. આ માટે વાનખેડે સોડિયમનું બુકિંગ થઈ ચૂક્યું છે.
વાનખેડે ખાતે મેસ્સી સાથે ચમકશે ક્રિકેટ સ્ટાર્સ
રિપોર્ટ્સ અનુસાર, લિયોનેલ મેસ્સી 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 7 ખેલાડીઓની ખાસ ક્રિકેટ મેચ રમતા જોવા મળશે. આ મેચમાં ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ તેમની સાથે જોડાશે. મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતમાં રહેશે અને આ દરમિયાન તે કોલકાતા, દિલ્હી અને મુંબઈની મુલાકાત લેશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાનારી આ ઇવેન્ટ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જ્યાં 2011 વર્લ્ડ કપ ફાઇનલ જેવી ઐતિહાસિક મેચ રમાઈ છે.
કોલકાતામાં મળશે મેસ્સીને સન્માન
લાયોનેલ મેસ્સી તેમના ભારત પ્રવાસ દરમિયાન કોલકાતાની પણ મુલાકાત લેશે, જ્યાં તેમને ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ખાસ સન્માનિત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. મેસ્સી કોલકાતામાં બાળકો માટે ફૂટબોલ વર્કશોપનું આયોજન કરશે અને એક ખાસ ફૂટબોલ ક્લિનિક પણ લોન્ચ કરશે. તેમના માનમાં 'GOAT કપ' નામની ફૂટબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે, જે આ યાદગાર પ્રવાસને વધુ ખાસ બનાવશે.
કેરળમાં પણ જોવા મળશે મેસ્સીનો જાદુ
આ દરમિયાન કેરળના ખેલ મંત્રીએ પુષ્ટિ આપી છે કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ટીમ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક મૈત્રીપૂર્ણ મેચ રમશે. કેરળ સરકારે આ ઇવેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ઇવેન્ટ ભારતના ફૂટબોલ પ્રેમીઓ માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે.
14 વર્ષ પછી ફરી ભારત આવશે ફૂટબોલનો બાદશાહ મેસ્સી
લાયોનેલ મેસ્સી છેલ્લે 2011માં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે મૈત્રીપૂર્ણ મેચ રમ્યો હતો. તે ઐતિહાસિક મેચે ભારતીય ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. હવે ફરી એકવાર 14 વર્ષની લાંબી રાહ જોયા પછી મેસ્સી ભારત આવી રહ્યો છે, જેના કારણે ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છે. સોશિયલ મીડિયા પર પણ, ચાહકો મેસ્સીનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે