નોટિંઘમઃ આઈસીસી વિશ્વ કપ-2019માં વરસાદને કારણે વધુ એક મેચ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિશ્વકપની 18મી મેચ પણ ધોવાઈ ગઈ છે. આ મેચ ટોસ કર્યા વિના જ રદ્દ કરવાની ફરજ પડી હતી. નોટિંઘમના હવામાન વિભાગે મેચ પહેલા જ વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટૂર્નામેન્ટમાં આ પહેલા કુલ ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ચુકી છે. આ મેચ રદ્દ થવાને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ કુલ 4 મેચોમાં 7 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ત્રણ મેચોમાં પાંચ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંન્ને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. જ્યાં વિરાટ બ્રિગેડે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાને હરાવ્યું છે. તો ન્યૂઝીલેન્ડે પણ પોતાની ત્રણેય મેચ જીતી છે. પરંતુ તેમ કહી શકાય કે આ ન્યૂઝીલેન્ડની પહેલી મોટી મેચ હશે. આ પહેલા તેણે નબળી ગણાતી ત્રણેય ટીમો શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનને પરાજય આપ્યો છે.
વિશ્વ કપમાં 8મી વખત ટકરાશે ભારત-ન્યૂઝીલેન્ડ
જો વિશ્વ કપના ઈતિહાસની વાત કરીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો અત્યાર સુધી સાત વખત આમને-સામને થી છે, ચાર મુકાબલામાં કીવીનો તો ત્રણમાં ભારતનો વિજય થયો છે. એટલે કે રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે રહ્યો છે. પરંતુ ટીમ ઈન્ડિયા ત્રણ મહિના પહેલા કીવીને તેના ઘરમાં હરાવીને આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે