Home> Sports
Advertisement

CWC 2019 NZvsSL: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુનરો-ગુપ્ટિલની અણનમ અડધી સદી, ન્યૂઝીલેન્ડનો વિજય

આ વિશ્વકપનો ત્રીજો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાન પર રમાઇ રહ્યો છે. આ મેચમાં કીવી ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

 CWC 2019 NZvsSL: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુનરો-ગુપ્ટિલની અણનમ અડધી સદી, ન્યૂઝીલેન્ડનો વિજય
LIVE Blog

કાર્ડિફઃ  World Cup 2019 SL vs New Zealand Live Score આ વિશ્વકપનો ત્રીજો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાન પર રમાઇ રહ્યો છે. 2015ના વિશ્વકપની રનર્સ-અપ ટીમ ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરી રહી છે. શ્રીલંકાની ટીમ આ દિવસોમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 29.2 ઓવરમાં 136 રન બનાવી ઓલાઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 16.1 ઓવરમાં 137 રન બનાવી 10 વિકેટે મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરપથી ગુપ્ટિલ અને મુનરોએ અણનમ અડધી સદી ફટકારી હતી. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

01 June 2019
01 June 2019 19:02 PM

17મી ઓવર, મેન્ડિસઃ પ્રથમ બોલ પર મુનરોએ એક રન લીધો. ન્યૂઝીલેન્ડનો 10 વિકેટે વિજય. મુનરો 57* ગુપ્ટિલ 73*

16મી ઓવર, મલિંગાઃ ગુપ્ટિલે ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. ન્યૂઝીલેન્ડે કુલ 16 રન લીધા. સ્કોર લેવલ. કીવીઃ 136/0

15મી ઓવર, જીવન મેન્ડિસઃ શ્રીલંકાએ સ્પિનરને આપી બોલિંગ. જેમાં ગુપ્ટિલે એક છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 11 રન  આવ્યા. સ્કોર 120/0

14મી ઓવર, પરેરાઃ પ્રથમ બે બોલ પર સિંગલ આવ્યા. ત્રીજા બોલ પર મુનરોએ બે રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ મુનરોએ ચોગ્ગો ફટકાર્યો. અંતિમ બોલ પર કેચઆઉટ માટે શ્રીલંકાએ રિવ્યૂ લીધું. અમ્પાયરનો નિર્ણય નોટઆઉટ. 

01 June 2019 18:58 PM

13મી ઓવર, ઉડાનાઃ ગુપ્ટિલે ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. આ સાથે ન્યૂઝીલેન્ડના 100 રન પૂરા. 

12મી ઓવર, પરેરાઃ મુનરોએ એક બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 91/0

11મી ઓવર, ઉડાનાઃ ઓવરમાં માત્ર 5 રન બન્યા. 

10મી ઓવર, પરેરાઃ મુનરો અને ગુપ્ટિલે એક-એક બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 77/0

9મી ઓવર, ઇસારૂ ઉડાનાઃ ગુપ્ટિલે ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 68/0

આઠમી ઓવર, લકમલઃ ગુપ્ટિલ બે બોલ ડોટ રમ્યો. ત્રીજા બોલ પર બે રન અને ચોથા બોલ પર સિંગલ આવ્યો. પાંચમાં બોલ પર બે અને અંતિમ બોલ પર મુનરોએ બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 59/0
 

01 June 2019 18:31 PM

સાતમી ઓવર, મલિંગાઃ પ્રથમ બોલ પર મુનરોએ ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 10 રન આવ્યા. ન્યૂઝીલેન્ડના 50 રન પૂરા. 

છઠ્ઠી ઓવર, લકમલઃ મુનરોએ એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 14 રન બન્યા. સ્કોર 40/0

પાંચમી ઓવર, મલિંગાઃ એક બાઉન્ડ્રીની સાથે કુલ સાત રન બન્યા. સ્કોર 26/0

ચોથી ઓવર, લકમલઃ આ ઓવરમાં એક લેગબાય સહિત કુલ ત્રણ રન બન્યા. સ્કોર 19/0
 

01 June 2019 17:58 PM

ત્રીજી ઓવર, મલિંગાઃ ઓવરમાં ત્રણ સિંગલ સાથે માત્ર ત્રણ રન બન્યા. 

બીજી ઓવર, લકમલઃ ઓવરમાં માત્ર 3 રન બન્યા. 

પ્રથમ ઓવર, લસિથ મલિંગાઃ ગુપ્ટિલે ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી. કુલ 10 રન બન્યા. સ્કોર 10/0
 

01 June 2019 17:56 PM

કોલિન મુનરો અને ગુપ્ટિલે કરી ઈનિંગની શરૂઆત. શ્રીલંકા તરફથી મલિંગાએ સંભાળી બોલિંગની કમાન

ન્યૂઝીલેન્ડની ઈનિંગ શરૂ

01 June 2019 17:29 PM

ટોસ હારીને શ્રીલંકાના બેટ્સમેનોએ ખરાબ બેટિંગ પ્રદર્શન કર્યું હતું. ટીમ માત્ર  136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન કરૂણારત્નેએ સૌથી વધુ અણનમ 52 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 29 રન આપીને અને લોકી ફર્ગ્યૂસને 22 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તો બોલ્ટ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, નીશામ અને સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી. 
 

01 June 2019 17:14 PM

30મી ઓવર, ફર્ગ્યૂસનઃ ઓવરના બીજા બોલ પર ફર્ગ્યૂસને મલિંગાને બોલ્ડ કર્યો. શ્રીલંકાની ઈનિંગ સમાપ્ત. ટીમ માત્ર 136 રન બનાવી ઓલઆઉટ. 

29મી ઓવર, બોલ્ટઃ ઓવરમાં માત્ર 5 રન બન્યા. સ્કોર 135/5

28મી ઓવર, ફર્ગ્યૂસનઃ કરૂણારત્નેએ બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 8 રન બન્યા. 

01 June 2019 16:58 PM

27મી ઓવર, બોલ્ટઃ લકમલે એક બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 5 રન બન્યા. 

26મી ઓવર, ફર્ગ્યૂસનઃ ઓવરમાં માત્ર 2 રન બન્યા. સ્કોર 117/8

25મી ઓવર, નીશામઃ પ્રથમ બોલ પર એક રન બન્યો. ચોથા બોલ પર ઉડાના શૂન્ય પર પર હેનરીના હાથે કેચઆઉટ. શ્રીલંકાએ આઠમી વિકેટ ગુમાવી. સ્કોર 115/8

01 June 2019 16:57 PM

24મી ઓવર, સેન્ટનરઃ શ્રીલંકાને મળી સાતમી સફળતા, થિસારા પરેરા 27 રન બનાવી આઉટ. સ્કોર 113/7
 

01 June 2019 16:51 PM

23મી ઓવર, નીશામઃ ઓવરમાં એક નો-બોલ, ફ્રી હિટ પર પરેરાએ છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 11 રન બન્યા. સ્કોર 111/6

22મી ઓવર, સેન્ટરનઃ સ્પિનરે મેચમાં પ્રથમ ઓવર કરી. માત્ર ત્રણ રન બન્યા. શ્રીલંકાએ પોતાના 100 રન પૂરા કર્યાં. 
 

01 June 2019 16:44 PM

21મી ઓવર, બોલ્ટઃ એક બાઉન્ડ્રી સાથે માત્ર પાંચ રન બન્યા. 97/5

20મી ઓવર, નીશામઃ ઓવરમાં માત્ર 8 રન બન્યા. સ્કોર 92/6

19મી ઓવર, બોલ્ટઃ ઓવરમાં માત્ર 4 રન આવ્યા. સ્કોર 84/6

18મી ઓવર, ફર્ગ્યૂસનઃ માત્ર બે સિંગલ આવ્યા. સ્કોર 82/6

17મી ઓવર, ગ્રાન્ડહોમેઃ થિસારા પરેરાએ ઈનિંગની પ્રથમ સિક્સ ફટકારી, ઓવરમાં કુલ 12 રન બન્યા. સ્કોર 80/6

01 June 2019 16:16 PM

16મી ઓવર, લોકી ફર્ગ્યૂસનઃ ઓવરના બીજા બોલ પર મેન્ડિસ ગલીમાં નિશામના હાથે કેચઆઉટ. શ્રીલંકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી. ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 68/6
 

01 June 2019 16:12 PM

15મી ઓવર, ડિ ગ્રાન્ડહોમઃ વિલિયમસને બોલિંગમાં કર્યો બીજો ફેરફાર. કીવીને મળી પાંચમી સફળતા, મેથ્યુસ ખાતું ખોલાવ્યા વિના આઉટ. ઓવરમાં માત્ર 2 રન બન્યા. સ્કોર 60/5

01 June 2019 16:07 PM

14મી ઓવર, લોકી ફર્ગ્યૂસનઃ ઓવરમાં માત્ર 1 રન બન્યો. સ્કોર 58/4

13મી ઓવર, મેટ હેનરીઃ ઓવરમાં એક વાઇડ, એક સિંગલ અને એક ડબલ સાથે માત્ર 4 રન આવ્યા. સ્કોર 57/4

01 June 2019 15:59 PM

12મી ઓવર, લોકી ફર્ગ્યૂસન. ન્યૂઝીલેન્ડને બોલિંગમાં કર્યો પ્રથમ ફેરફાર. ઓવરના પાંચમાં બોલ પર ધનંજય ડિ સિલ્વા 4 રન બનાવી આઉટ. સ્કોર 53/4

11મી ઓવર, મેટ હેનરીઃ ઓવરમાં માત્ર એક રન બન્યો. સ્કોર 52/3

10મી ઓવર, ટ્રેન્ટ બોલ્ટઃ ઓવરમાં માત્ર એક રન બન્યો. પ્રથમ પાવરપ્લે પૂરો. શ્રીલંકા 51/3

01 June 2019 15:39 PM

નવમી ઓવર, મેટ હેનરીઃ ઓવરના પ્રથમ બે બોલ પર લંકાએ બે વિકેટ ગુમાવી. કુસલ પરેરા (29) અને કુસલ મેન્ડિસ (0) પર આઉટ. ત્રીજા બોલ પર ધનંજયાએ ચોગ્ગો ફટકાર્યો. શ્રીલંકાના 50 રન પૂરા. સ્કોર 50/3

01 June 2019 15:28 PM

આઠમી ઓવર, ટ્રેન્ટ બોલ્ટઃ એક વાઇડ સાથે કુલ 5 રન બન્યા. સ્કોર 46/1

સાતમી ઓવર, મેટ હેનરીઃ મેટ ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 41/1

01 June 2019 15:25 PM

છઠ્ઠી ઓવર, ટ્રેન્ટ બોલ્ટઃ કુસલ પરેરાએ પ્રથમ બે બોલ બાઉન્ડ્રી ફટકારી. એક વાઇડ અને એક સિંગલ સાથે ઓવરમાં કુલ 10 રન બન્યા. સ્કોર 35/1

01 June 2019 15:19 PM

પાંચમી ઓવર, મેટ હેનરીઃ એક બાઉન્ડ્રી અને એક સિંગલ સાથે ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 25/1
 

01 June 2019 15:17 PM

ચોથી ઓવર, ટ્રેન્ટ બોલ્ટઃ ત્રીજા બોલ પર કરૂણારત્નેએ ચોગ્ગો ફટકાર્યો. ચોથા બોલ પર 3 રન બન્યા. અંતિમ બોલ પર એક રન. સ્કોર 20/1

ત્રીજી ઓવર, મેટ હેનરીઃ ઓવરમાં કુલ પાંચ રન બન્યા. કુસલ પરેરાએ એક ચોગ્ગો ફટકાર્યો. શ્રીલંકા 12/1

01 June 2019 15:11 PM

બીજી ઓવર, ટ્રેન્ટ બોલ્ટઃ ઓવરમાં એક સિંગલ અને એક ડબલ સાથે માત્ર બે રન બન્યા. સ્કોર 7/1

01 June 2019 15:04 PM

પ્રથમ ઓવર, મેટ હેનરીઃ થિરિમાનેએ પ્રથમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી. બીજા બોલ પર ન્યૂઝીલેન્ડે રિવ્યૂ લીધું. થિરિમાને LBW આઉટ. ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 4/1
 

01 June 2019 14:41 PM

શ્રીલંકા માટે લાહિરૂ થિરિમાને અને દિમુથ કરૂણારત્નેએ ઈનિંગની શરૂઆત કરી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ બોલિંગની શરૂઆત કરી. 

01 June 2019 14:41 PM

આ છે બંન્ને ટીમની પ્લેઇંગ ઈલેવન
શ્રીલંકાની ટીમ
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લાહિરૂ થિરિમાને, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, ધનંજયા ડિ સિલ્વા, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, સુરંગા લકમલ, ઉશારૂ ઉડાના, લસિથ મલિંગા.  

ન્યૂઝીલેન્ડ ટીમ
માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમસન, ટોમ લાથમ, રોસ ટેલર, કોલિન ડિ ગ્રાન્ડહોમ, જિમી નિશામ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ. 

01 June 2019 14:26 PM

ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો. પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Read More