Home> Sports
Advertisement

RCB vs PBKS IPL Final 2025 Live : પંજાબ કિંગ્સનો સૌથી મોટો ઝટકો, રોમારિયો શેફર્ડે શ્રેયસ ઐયરને કર્યો આઉટ

RCB vs PBKS Final Live Updates : આજે IPL 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. IPLની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. IPL 2025ની ફાઇનલની દરેક અપડેટ માટે જોતા રહો અમારી વેબસાઈટ

RCB vs PBKS IPL Final 2025 Live : પંજાબ કિંગ્સનો સૌથી મોટો ઝટકો, રોમારિયો શેફર્ડે શ્રેયસ ઐયરને કર્યો આઉટ
LIVE Blog

RCB vs PBKS Final Live Updates : આજે IPL 2025ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. IPLને આ વખતે એક નવો ચેમ્પિયન મેળશે. RCB અને પંજાબ તેમના પહેલા ટાઇટલની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે.

fallbacks

IPL 2025માં લીગ રાઉન્ડ પછી પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતું. તેના 14 મેચમાં 19 પોઈન્ટ હતા. RCB બીજા સ્થાને હતી. તેના પણ 14 મેચમાં 19 પોઈન્ટ હતા, પરંતુ નેટ રન રેટમાં પંજાબ આગળ હતું. ગુજરાત ટાઇટન્સ ત્રીજા સ્થાને અને મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને હતું. પહેલી ક્વોલિફાયર મેચ પંજાબ અને RCB વચ્ચે રમાઈ હતી. આ મેચ જીતીને RCBએ સીધો ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું હતું. હાર બાદ પંજાબની ટીમ ક્વોલિફાયર-2 માં પહોંચી. મુંબઈએ એલિમિનેટર મેચમાં ગુજરાતને હરાવીને બીજી ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું. ત્યાં તેને પંજાબ સામે હાર મળી અને પંજાબે ટાઇટલ મેચમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

03 June 2025
03 June 2025 22:36 PM

RCB vs PBKS IPL Final 2025 Live : પંજાબના સરપંચ સાહેબ થયા રવાના
પંજાબ કિંગ્સને મેચમાં શ્રેયસ ઐયરના રૂપમાં સૌથી મોટો ઝટકો લાગ્યો. આ મેચમાં શ્રેયસ ઐયર કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી શક્યો નહીં. ઐયર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો. રોમારિયો શેફર્ડની બોલિંગમાં જીતેશ શર્માએ કેચ પકડ્યો. પંજાબનો સ્કોર 10 ઓવરમાં 3 વિકેટે 81 રન છે. જોશ ઈંગ્લિશ 16 બોલમાં 24 રન બનાવીને અણનમ છે અને નેહલ વાઢેરા 1 બોલમાં 1 રન બનાવીને અણનમ છે.

03 June 2025 22:14 PM

RCB vs PBKS IPL Final 2025 Live : પંજાબની ઇનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત
પંજાબ કિંગ્સની ઇનિંગ્સનો પાવરપ્લે સમાપ્ત થઈ ગયો છે. ટીમે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 52 રન બનાવ્યા છે. પ્રભસિમરન સિંહ 12 બોલમાં 15 રન અને જોશ ઈંગ્લિસ 5 બોલમાં 8 રન બનાવી અણનમ છે. ટીમને જીતવા માટે 84 બોલમાં 139 રનની જરૂર છે. આરસીબી બીજી વિકેટ શોધી રહી છે.

03 June 2025 21:11 PM

પંજાબે ટોસ જીતીને બેંગ્લોરને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, જેના જવાબમાં બેંગ્લોરે 190 રન બનાવ્યા છે, પંજાબને જીત માટે 191 રનનો ટારગેટ આપ્યો છે.

બેંગ્લોર તરફથી સૌથી વધારે રન વિરાટ કોહલીએ બનાવ્યા છે, જેને 35 બોલમાં 43 રન બનાવ્યા છે

જ્યારે રજત પાટીદારે 26 રન, મયંક અગ્રવાલે 24 રન બનાવ્યા છે. 

લિવિગ્સ્ટના 25 રન, જ્યારે જીતેશ શર્માએ 24 રન બનાવ્યા છે 

પંજાબ તરફથી કાયલ જેમીસને શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધી છે.

જ્યારે ઓમરજાઈ અને વિજય કુમારને 2-2 વિકેટ લીધી છે

 

03 June 2025 20:46 PM

RCB vs PBKS IPL Final 2025 Live : 14 ઓવરમાં RCBનો સ્કોર 125/3
RCBની ઇનિંગ્સની 14 ઓવર પૂરી થઈ ગઈ છે. તેઓએ 3 વિકેટે 125 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 33 બોલમાં 42 રન બનાવીને અણનમ છે. લિયામ લિવિંગસ્ટોન 9 બોલમાં 14 રન બનાવીને અણનમ છે. બન્ને ખેલાડીઓએ હવે ઝડપથી રન બનાવવા પડશે. જો RCB ને મોટો સ્કોર બનાવવો હોય તો બેટ્સમેનોએ ગિયર બદલ્યો.

03 June 2025 20:16 PM

RCB vs PBKS IPL Final 2025 Live : પંજાબ સામે RCBને બીજો ઝટકો, ફિલિપ સોલ્ટ બાદ મયંક અગ્રવાલ આઉટ
આરસીબીને બીજો ઝટકો મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો છે. મયંક 18 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આરસીબીનો સ્કોર 8 ઓવરમાં 2 વિકેટે 69 રન છે. વિરાટ કોહલી 15 બોલમાં 19 રન બનાવીને અણનમ છે અને રજત પાટીદાર 6 બોલમાં 8 રન બનાવીને અણનમ છે.

03 June 2025 19:42 PM

IPL 2025 Final RCB vs PBKS Live :  બેંગ્લોરે પોતાની પહેલી વિકેટ ગુમાવી
બીજી ઓવરમાં RCBએ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. ફિલ સોલ્ટ 9 બોલમાં 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. સોલ્ટને કાયલ જેમિસને આઉટ કર્યો. બેંગલુરુની પહેલી વિકેટ 18 રન પર પડી.

03 June 2025 19:34 PM

IPL 2025 Final RCB vs PBKS Live : અમદાવાદમાં 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 'ભારત માતા કી જય' ના નારાથી ગુંજી ઉઠ્યું. આ કાર્યક્રમમાં શંકર મહાદેવન અને તેમની ટીમે 'જય હો'થી લઈને 'લહરા દો તિરંગા' સુધીના અનેક દેશભક્તિના ગીતો ગાયા હતા. આ પહેલા દેશભક્તિ સાથે એક ડાંસનું પરફોર્મસ પણ થયું. આજના કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર માટે ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

03 June 2025 19:03 PM

IPL 2025 Final RCB vs PBKS Live : ફાઈનલમાં RCBએ જીત્યો ટોસ...પંજાબ કરશે પહેલા બેટિંગ, બંને ટીમોની પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. આવી છે બંને ટીમોની પ્લેઈંગ-11

PBKS પ્લેઈંગ 11 : પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર),  શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વ્યાસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

RCB પ્લેઇંગ 11 : ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારીયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ
 

03 June 2025 18:30 PM

IPL 2025 Final RCB vs PBKS Live : નમો સ્ટેડિયમ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સેરેમની પૂરજોશમાં ચાલી રહી છે. ઓપરેશન સિંદૂરના સન્માનમાં ભારતીય સશસ્ત્ર દળોને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. "તેરી મિટ્ટી મેં મિલ જાવાં" થી લઈને "દેશ મેરી જાન હૈ તુ" જેવા દેશભક્તિના ગીતો મેદાનમાં ગુંજી રહ્યા છે. વાતાવરણ સંપૂર્ણપણે ઉત્સાહથી ભરેલું છે. શંકર મહાદેવન સહિતના દિગ્ગજ કલાકારો પરફોર્મ કરી રહ્યા છે. 

 

03 June 2025 17:58 PM

IPL 2025 Final RCB vs PBKS Live : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ હેડ-ટુ-હેડ

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ 36 મેચોમાં એકબીજા સામે ટકરાયા છે. બંને માટે પરિણામો સમાન રહ્યા છે કારણ કે આરસીબીએ 18 મેચ જીતી છે અને પંજાબે પણ 18 મેચ જીતી છે. આ વખતે જે પણ જીતશે તે આગળ વધશે.

03 June 2025 17:40 PM

IPL 2025 Final RCB vs PBKS Live : ઐયર-પાટીદાર એક વર્ષમાં બીજી વખત ટ્રોફી માટે આમને-સામને

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને આરસીબીના કેપ્ટન રજત પાટીદાર એક વર્ષમાં બીજી વખત ટાઇટલ માટે એકબીજા સામે ટકરાશે. બંને તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ફાઇનલમાં એકબીજા સામે રમ્યા હતા. ત્યારે શ્રેયસ ઐયર મુંબઈનો કેપ્ટન હતો અને રજત પાટીદાર મધ્યપ્રદેશનો કેપ્ટન હતો. મુંબઈએ મધ્યપ્રદેશને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે જોવાનું એ છે કે આ વખતે કયો કેપ્ટન જીતે છે.

03 June 2025 17:30 PM

IPL 2025 Final RCB vs PBKS Live : ફાઇનલ પહેલા અમદાવાદમાં વરસાદ શરૂ

અમદાવાદમાં RCB અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પહેલા વરસાદ શરૂ થઈ ગયો છે. લોકો રસ્તાની બાજુમાં કોઈ જગ્યા શોધીને વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2023માં જ્યારે અહીં આઈપીએલની ફાઇનલ રમાઈ હતી, ત્યારે પણ વરસાદ વિલન બન્યો હતો અને મેચ બે દિવસ ચાલી હતી અને અંતે આ મેચમાં ચેન્નાઈએ બાજી મારી હતી.

 

03 June 2025 17:22 PM

IPL 2025 Final RCB vs PBKS Live :  IPL ફાઇનલ પહેલા RCBને મળ્યા સારા સમાચાર

ફાઇનલ પહેલા રજત પાટીદારની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સારા સમાચાર આવ્યા છે. ઓપનર ફિલ સોલ્ટ અમદાવાદ પહોંચી ગયો છે અને RCB ટીમમાં ફરી જોડાયો છે. સોલ્ટ પોતાના બાળકના જન્મને કારણે ઇંગ્લેન્ડ પાછો ફર્યો હતો, પરંતુ તે ફાઇનલ પહેલા પાછો ફર્યો છે. સોલ્ટ 2 જૂન RCBના પ્રેક્ટિસ સેશનમાં હાજર નહોતો, જેના કારણે તેના વિશે અટકળો ચાલી રહી હતી.

 

03 June 2025 17:18 PM

IPL 2025 Final RCB vs PBKS Live :  IPL ફાઇનલમાં કેવી હશે બંને ટીમોની પ્લેઇંગ-11 ?

RCBની સંભવિત પ્લેઇંગ XI અને ઇમ્પેક્ટ ખેલાડીઓ - વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન/ટિમ સેફર્ટ/ટિમ ડેવિડ, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા

PBKSની સંભવિત પ્લેઇંગ XI અને ઇમ્પેક્ટ ખેલાડીઓ - પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, કાયલ જેમીસન, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર/યુઝવેન્દ્ર ચહલ, વૈશાખ વિજયકુમાર

03 June 2025 17:14 PM

IPL 2025 Final RCB vs PBKS Live :  IPLની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન ? 

અમદાવાદમાં આજે IPL 2025ની ફાઈનલ રમાવાની છે, ત્યારે અમદાવાનું આજનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.  અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આજે સાંજના સમયે આકાશમાં વાદળો દેખાશે તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મેચ દરમિયાન ઝરમર વરસાદ આવી શકે છે. આ વરસાદના કારણે કેટલાક અંશે IPL મેચમાં વિઘ્ન આવી શકે છે.

Read More