નોટિંઘમઃ World Cup 2019 WI vs Pak આઈસીસી વિશ્વકપ 2019માં આજે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટનના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા વિન્ડીઝના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પાકિસ્તાનની ટીમ માત્ર 22મી ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓશાનો થોમસે 27 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કેપ્ટન હોલ્ડરને ત્રણ, રસેલને બે અને કોટરેલને એક સફલતા મળી હતી. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.4 ઓવરમાં 108 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે