Home> Sports
Advertisement
Prev
Next

વિશ્વકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, કરવામાં આવી આ માંગ

અલીગઢમાં RTI એક્ટિવિસ્ટ પંડિત કેશવ દેવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં તેણે લખ્યું કે ઈન્ટરનેટ પર એક ફોટો જોયો છે, જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ વિશ્વકપની ટ્રોફી પર પગ રાખતો જોવા મળી રહ્યો છે. તેનાથી 140 કરોડ લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. 

વિશ્વકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, કરવામાં આવી આ માંગ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શના હાથોમાં બિરય અને પગની નીચે વિશ્વકપ ટ્રોફી રાખવાથી નારાજ થઈને એક આરટીઆઈ એક્ટિવિસ્ટે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં તેણે આરોપ લગાવ્યો કે મિશેલ માર્શે ટ્રોફી પર પગ રાખી તેનું અપમાન કર્યું છે. 

fallbacks

આરટીઆઈ એક્ટિવિસ્ટ પંડિત કેશવ દેવે પોતાની ફરિયાદમાં લખ્યું કે ઈન્ટરનેટ પર તેણે એક ફોટો જોયો છે. જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ વિશ્વકપની ટ્રોફી પર પગ રાખતો જોવા મળી રહ્યો છે. 

મિશેલ માર્શ વિરુદ્ધ પોલીસમાં અરજી
તેનાથી દેશના 140 કરોડ લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. ત્યારબાદ તેણે દેહલી ગેટ પોલીસ સ્ટેશનમાં માર્શ વિરુદ્ધ અરજી આપી કેસ દાખલ કરવાની માંગ કરી છે. સાથે ભારતની સાથે મેચમાં તેના પર આજીવન પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Team India: ટી20 વિશ્વકપની તૈયારી માટે ટીમ ઈન્ડિયાને મળશે બસ આટલી મેચ, જુઓ કાર્યક્રમ

વિશ્વકપનો ફાઈનલ મુકાબલો જીતવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપી સન્માનિત કર્યો હતો. પરંતુ મિશેલ માર્શે તેનું અપમાન કરી દીધુ. આ જોઈને કોઈને ખુબ પીડા થઈ અને આ ગુનાની શ્રેણીમાં આવે છે. તેવામાં મિશેલ માર્શ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. 

વિશ્વકપ ટ્રોફી પર રાખ્યો હતો પગ
આ કોપીમાં ફરિયાદી પંડિત કેશવ દેવે પ્રધાનમંત્રી તથા ખેલમંત્રીને આપી છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે પરાજય આપી છઠ્ઠીવાર વિશ્વકપની ટ્રોફી જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More