નવી દિલ્હી: કોરોના વાઈરસના વધતા ખતરાને જોતા દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં આઈપીએલની કોઈ મેચ યોજાશે નહીં. ડેપ્યુટી સીએમ મનિષ સીસોદિયાએ કહ્યું કે 1000થી વધુ ભીડવાળા કોઈ પણ આયોજન પર રોક લગાવવામાં આવી છે.
મનિષ સીસોદિયાએ કહ્યું કે કોઈ પણ સેમિનાર, કોન્ફરન્સ, સ્પોર્ટ ઈવેન્ટ હોય તેમને હાલ બંધ રાખવામાં આવશે. કોઈ પણ સ્પોર્ટ ઈવેન્ટ કે જેમાં લોકો ભેગા થાય છે તેને બંધ કરાઈ છે. જેમાં આઈપીએલ પણ સામેલ છે. ડેપ્યુટી સીએમે કહ્યું કે તમામ આયોજનો આગામી આદેશ સુધી બંધ રહેશે.
Delhi Deputy Chief Minister Manish Sisodia: We have decided to ban any sports activity where people will gather in huge numbers like IPL. Social distancing is important to curb the breakout of #Coronavirus. pic.twitter.com/Xt5OJVvkli
— ANI (@ANI) March 13, 2020
અત્રે જણાવવાનું કે કોરોના વાઈરસને એક મહામારી જાહેર કરાઈ છે. દિલ્હીમાં આઈપીએલની 7 મેચ રમાવવાની હતી. દિલ્હીમાં 30 માર્ચના રોજ મેજબાન દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ થવાની રમાવાની હતી. સીસોદિયાના એલાન બાદ હવે આ આઈપીએલ મેચો પર સંકટના વાદળ તોળાઈ રહ્યાં છે.
દિલ્હી સરકારે કોરોના વાઈરસના કારણે 31 માર્ચ સુધીના તમામ સિનેમા હોલ પણ બંધ રાખવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હીમાં તમામ સાર્વજનિક સ્થળો, સરકારી ઓફિસો, પ્રાઈવેટ ઓફિસો વગેરેને રોજ disinfect કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું.
જુઓ LIVE TV
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે તેની જાહેરાત કરતા કહ્યું કે જે શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાઓ થઈ રહી નથી તે તમામ શાળા કોલેજો 31 માર્ચ સુધી બંધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે