Home> Sports
Advertisement
Prev
Next

બાપ રે...62 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું ડેબ્યૂ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Oldest Cricketer Debut : આ વ્યક્તિ 62 વર્ષની વયે પુરૂષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી વૃદ્ધ ક્રિકેટર બની ગયા છે. તાજેતરમાં કોસ્ટા રિકા અને ફોકલેન્ડ ટાપુઓ વચ્ચે રમાયેલી મેચમાં તે ફોકલેન્ડ્સ તરફથી રમ્યા હતા.
 

બાપ રે...62 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું ડેબ્યૂ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Oldest Cricketer Debut : સ્પોર્ટ્સમાં ઉંમર માત્ર એક નંબર છે, તે ફરી એકવાર સાબિત થયું છે. તમને લાગતું હશે કે ક્રિકેટર સામાન્ય રીતે મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક ખેલાડીએ 60 વર્ષથી વધુ ઉંમરમાં ડેબ્યૂ કર્યું છે. ક્રિકેટ મેથ્યુ બ્રાઉનલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.

fallbacks

મીડિયા રિપોર્ટ અનુસાર, મેથ્યુ બ્રાઉનલીએ 10 માર્ચ 2025ના રોજ ગુઆસિમામાં યોજાયેલી T20 ઇન્ટરનેશનલ મેચમાં કોસ્ટા રિકા સામે ફોકલેન્ડ આઇલેન્ડ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. 62 વર્ષની ઉંમરે બ્રાઉનલી ઓસ્માન ગોકરના અગાઉના રેકોર્ડને વટાવીને પુરૂષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યો છે.

શું છે રિપ્લેસમેન્ટ નિયમ ? IPL સિઝનની વચ્ચે પણ થઈ શકે છે નવા ખેલાડીઓની એન્ટ્રી

ઓસ્માન ગોકરે ઓગસ્ટ 2019માં ઇલફોવ કાઉન્ટીમાં T20 મેચમાં રોમાનિયા સામે 59 વર્ષની ઉંમરે તુર્કી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટેરી કરી હતી. તેની સમગ્ર કારકિર્દી દરમિયાન, બ્રાઉનલીએ ત્રણ T20 મેચ રમી છે, જેમાં ત્રણ ઇનિંગ્સમાં છ રન બનાવ્યા છે, જેમાં બે નોટઆઉટ ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તેણે માત્ર એક જ ઓવર નાખી છે અને તેને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ હજુ સુધી મળી નથી.

પાકિસ્તાની ક્રિકેટરને '804' નંબરવાળી કેપ પહેરવા બદલ સજા...ઈમરાન ખાન સાથે છે કનેક્શન

આંતરરાષ્ટ્રીય મેચમાં પદાર્પણ સાથે બ્રાઉનલી ક્રિકેટ મેચ રમનાર આ ઉંમરનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેમાં ઈંગ્લેન્ડના જેમ્સ સધર્ન, પાકિસ્તાનના મીરાન બખ્શ અને ભારતના રૂસ્તમજી જમશેદજી જેવી નોંધપાત્ર વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કરનાર સૌથી વૃદ્ધ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, તેમની વચ્ચે એવો એક પણ ખેલાડી નથી જેણે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હોય. રૂસ્તમજી જમશેદજીએ 41 વર્ષ અને 27 દિવસની ઉંમરે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More