Home> Sports
Advertisement
Prev
Next

Mayank Agarwal: ફ્લાઇટમાં અચાનક બગડી ભારતીય ક્રિકેટરની તબીયત, હોસ્પિટલમાં થયો દાખલ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મયંક અગ્રવાલને લઈને આ સમયે મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્લાઇટમાં બેસવાની સાથે અગ્રવાલની તબીયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Mayank Agarwal: ફ્લાઇટમાં અચાનક બગડી ભારતીય ક્રિકેટરની તબીયત, હોસ્પિટલમાં થયો દાખલ

નવી દિલ્હીઃ કર્ણાટકના કેપ્ટન અને લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા ઓપનિંગ બેટર મયંક અગ્રવાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેને નવી દિલ્હી માટે જનારી ફ્લાઇટમાં બીમાર પડ્યા બાદ અગરતલાની સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજ્ય ક્રિકેટ સંઘના સૂત્રોએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે તે ફ્લાઇટમાં બેસી ચુક્યો હતો. પરંતુ ઉડાન ભરતા પહેલા તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. 

fallbacks

32 વર્ષના મયંકે ભારત માટે 21 ટેસ્ટ મેચ રમી છે. તે સોમવારે ત્રિપુરા વિરુદ્ધ 29 રનથી જીતનારી કર્ણાટક ટીમની કમાન સંભાળી રહ્યો હતો. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘના એક અધિકારીએ આ મામલાની વધુ જાણકારી આપ્યા વિના કહ્યું- મયંક અગ્રવાલને અગરતલાની એક સ્થાનીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અચાનક બીમાર થવાના કારણની પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચોઃ બીજી ટેસ્ટમાં પર્દાપણ કરી શકે છે આ બે યુવા ખેલાડી, જાણો સંભવિત પ્લેઈંગ 11

મયંકે ત્રિપુરા વિરુદ્ધ બંને ઈનિંગમાં 51 અને 17 રન બનાવ્યા હતા. તે ટીમની આગામી મેચ માટે દિલ્હી થતાં રાજકોટ જતી ફ્લાઇટમાં ચઢ્યો હતો. ત્રિપુરા ક્રિકેટ સંઘના એક અધિકારીએ ગોપનીયતાની શરત પર કહ્યું- ટીમ વિમાનમાં હતી અને મયંકને બેચેની થવા લાગી અને તેણે ફ્લાઇટમાં ઉલ્ટી પણ કરી હતી. ત્યારબાદ તે પ્લેટમાંથી ઉતરી ગયો. કેએસસીએથી એમઆર શાહવીર તારાપોરે ફોન કર્યો અને અમે પોતાના બે પ્રતિનિધિઓને તત્કાલ આઈએલએસ હોસ્પિટલ મોકલ્યા હતા. તે ડોક્ટરની દેખરેખમાં છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હવે તે સારો અનુભવ કરી રહ્યો છે અને યાત્રા કરવાની સ્થિતિમાં છે. તે જલ્દી બેંગલુરૂ માટે ઉડાન ભરશે. 

નોંધનીય છે કે મયંક અગ્રવાલે ભારત માટે રમેલી 21 ટેસ્ટમાં 1488 રન બનાવ્યા છે. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે પાંચ વનડે મેચ રમી ચુક્યો છે. મયંકને આઈપીએલનો સારો અનુભવ છે. તેણે આઈપીએલની 123 મેચમાં 2597 રન ફટકાર્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More