Home> Sports
Advertisement
Prev
Next

Bumrah અને Sanjana લગ્નની શુભેચ્છા આપવામાં મયંક અગ્રવાલે કરી મોટી ભૂલ, થયો ટ્રોલ


ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવારે ટીવી એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા. હવે તેને તમામ મોટી હસ્તિઓ અને લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. આ વચ્ચે મયંક અગ્રવાલે શુભકામના આપતા મોટી ભૂલ કરી છે. 

Bumrah અને Sanjana લગ્નની શુભેચ્છા આપવામાં મયંક અગ્રવાલે કરી મોટી ભૂલ, થયો ટ્રોલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ સોમવારે ટીવી એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા. 27 વર્ષીય બુમરાહે ગોવામાં સંજના સાથે લગ્ન કર્યા છે, જેમાં સીમિત સંખ્યામાં લોકો સામેલ થયા હતા. બુમરાહ (Jasprit Bumrah) એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. 

fallbacks

બુમરાહના લગ્ન
બુમરાહે ટ્વીટ કરી કહ્યુ, પ્રેમની સાથે અમે એક સાથે નવી યાત્રાની શરૂઆત કરી છે. અમારા બન્ને માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. અમે અમારા લગ્નના સમાચાર અને અમારી ખુશી વ્યક્ત કરી સારો અનુભવ કરી રહ્યાં છીએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવ દંપતીને શુભકામનાઓ આપી છે. બીસીસીઆઈએ ટ્વીટ કરી કહ્યુ, નવી સફર માટે તમને બધાને ખુબ-ખુબ શુભેચ્છાઓ. ત્યારબાદ બધા લોકો બુમરાહને શુભેચ્છા આપી રહ્યાં છે. 

મયંક અગ્રવાલે કરી મોટી ભૂલી
આ વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન મયંક અગ્રવાલે બુમરાહ અને સંજનાના લગ્નની શુભેચ્છા આપવામાં મોટી ભૂલ કરી દીધી. મયંક અગ્રવાલે ભૂલથી ટ્વીટમાં જસપ્રીત બુમરાહની સાથે સંજના ગણેશનના સ્થાને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરને ટેગ કરી દીધુ, ત્યારબાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધો હતું. 

મયંક અગ્રવાલને લોકોએ કરી દીધો ટ્રોલ
મયંક અગ્રવાલે પોતાના ટ્વીટર પર લખ્યુ, શુભેચ્છા જસપ્રીત બુમરાહ અને સંજય બાંગર. તમને બન્નેને બધી ખુશી મળે અને બન્ને સ્વસ્થ રહો. ત્યારબાદ મયંકને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું. ત્યા સુધીમાં તેના ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More