Home> Sports
Advertisement
Prev
Next

કોરોના પીડિત Milkha Singh ની તબિયત લથડી, ઘટવા લાગ્યુ ઓક્સિજનનું સ્તર

ડોક્ટરોએ શુક્રવારે કહ્યું હતું કે, કોવિડથી પીડિત ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંહની (Milkha Singh) તબિયત તાવ અને અસંતોષના કારણે ફરી એક વખત ખરાબ થઈ છે

કોરોના પીડિત Milkha Singh ની તબિયત લથડી, ઘટવા લાગ્યુ ઓક્સિજનનું સ્તર

નવી દિલ્હી: ડોક્ટરોએ શુક્રવારે કહ્યું હતું કે, કોવિડથી પીડિત ભારતના પૂર્વ દોડવીર મિલ્ખા સિંહની (Milkha Singh) તબિયત તાવ અને અસંતોષના કારણે ફરી એક વખત ખરાબ થઈ છે. દિગ્ગજ એથલીટની ચંદીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

fallbacks

મિલ્ખા સિંહની તબિયત લથડી
ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહની (Milkha Singh) તબિયત વિશે માહિતી આપતાં પીજીઆઈએમઆર હોસ્પિટલે જણાવ્યું હતું કે શુક્રવારે તેમના ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું અને તેમને તાવ પણ આવ્યો હતો પરંતુ તે સ્વસ્થ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મિલ્ખા સિંહનો કોવિડ-19 ટેસ્ટ બુધવારે નકારાત્મક આવ્યો હતો, ત્યારબાદ તેમને કોવિડ આઇસીયુથી જનરલ આઈસીયુ ખસેડાયા હતા અને ડોકટરોની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો:- હજુ પણ ભારત ન્યૂઝીલેન્ડની સામેની ફાઈનલ મેચમાં કરી શકે છે ટીમમાં બદલાવ, જાણો કેમ

હોસ્પિટલે આપી સ્વાસ્થ્યની જાણકારી 
પીજીઆઈએમઆઈઆરના સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, “તેમને ગુરુવાર રાત્રે અચાનક તાવ આવ્યો હતો અને તેમનું ઓક્સિજનનું સ્તર પણ નીચે આવી ગયું હતું. ડોકટરોની ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. આ અગાઉ તેની તબિયત સ્થિર હતી.

આ પણ વાંચો:- IND vs NZ Final Live: WTC ફાઈનલમાં વરસાદથી ખલેલ, પહેલા દિવસની રમત ધોવાઈ

પત્નીનું થયું નિધન
તેમના પરિવારના નિવેદન અનુસાર, 'મિલ્ખા સિંહ (Milkha Singh) માટે દિવસો થોડા મુશ્કેલ હતા. પરંતુ તેઓ તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.' તેઓ ગયા મહિને કોવિડ-19 સંક્રમણ થયા હતા. કોવિડ-19 સંક્રમણ સામે લડતા તેમની પત્ની નિર્મલ કૌરનું રવિવારે મોહાલીની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More