Home> Sports
Advertisement
Prev
Next

મિચેલ સ્ટાર્કે પ્રથમવાર જીત્યો એલન બોર્ડર મેડલ એવોર્ડ, મિચેલ માર્શને માત્ર 1 વોટથી હરાવ્યો

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના વાર્ષિક એવોર્ડની જાહેરાત કરી છે. વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર મહિલા અને પુરૂષ ક્રિકેટરોને વિવિધ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. 
 

મિચેલ સ્ટાર્કે પ્રથમવાર જીત્યો એલન બોર્ડર મેડલ એવોર્ડ, મિચેલ માર્શને માત્ર 1 વોટથી હરાવ્યો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કરિયરમાં પ્રથમવાર એલન બોર્ડર મેડલ જીતી લીધો છે. સ્ટાર્કે ઓલરાઉન્ડર મિચેલ માર્શને માત્ર 1 વોટથી હરાવીને આ મેડલ જીત્યો છે. એલન બોર્ડર મેડલ છેલ્લી સીઝનમાં સૌથી શાનદાર પુરૂષ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને તેના સાથી ક્રિકેટરો, મીડિયા અને અમ્પાયરો દ્વારા વોટિંગ બાદ પ્રદાન કરવામાં આવે છે. મિચેલ માર્શને કુલ 106 મત મળ્યા, જ્યારે સ્ટાર્કને એક મત વધુ મળ્યો હતો. સ્ટાર્ક એલન બોર્ડર મેડલ જીતનાર માત્ર પાંચમો બોલર છે. 

fallbacks

ડાબા હાથના ફાસ્ટ બોલર સ્ટાર્કે વોટિંગ પીરિયડ દરમિયાન તમામ ફોર્મેટમાં 24.4ની એવરેજથી કુલ 43 વિકેટ હાસિલ કરી અને આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાની 4-0થી એશિઝ જીત અને ટી20 વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટી20 વિશ્વકપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા માર્શને વર્ષનો બેસ્ટ પુરૂષ ટી20 ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. 

મિચેલ માર્શે વોટિંગ પીરિયડ દરમિયાન 34.2 ની એવરેજથી 684 રન બનાવ્યા. આ સાથે તેણે ટી20 વિશ્વકપના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 50 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. તો સ્ટાર્કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝમાં 25.36ની એવરેજથી 19 વિકેટ ઝડપી હતી.

ફાસ્ટ બોલર સ્ટાર્કને સાથે વનડેમાં વર્ષનો બેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝમાં 10.06ની એવરેજથી 11 વિકેટ ઝડપી હતી. વોટિંગ પીરિયડ માત્ર ચાર મેચ રમનાર ટ્રેવિસ હેડ એલન બોર્ડર મેડલ માટે વોટ મેળવનાર ઉમેદવારોમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. તેને કુલ 72 મત મળ્યા હતા. 

આ વચ્ચે મહિલાઓમાં એશલે ગાર્ડનરે 54 મતની સાથે બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ જીત્યો હતો. બીજા સ્થાને રહેલી બેથ મૂનીથી સાત મત વધુ મેળવ્યા હતા. ગાર્ડનરે 10 ઈનિંગમાં 35.1ની એવરેજથી 281 રન બનાવ્યા, જેમાં ચાર અડધી સદી સામેલ છે. ગાર્ડનરે સાથે 33.9ની એવરેજથી 9 વિકેટ પણ ઝડપી હતી. 

એવોર્ડ્સ વિનર્સ
એલન બોર્ડર મેડલ- મિચેલ સ્ટાર્ક
મેન્સ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરઃ ટ્રેવિસ હેડ
મેન્સ વનડે પ્લેયર ઓફ ધ યર- મિચેલ સ્ટાર્ક
મેન્સ ટી20 પ્લેયરઓફ ધ યર- મિચેલ માર્શ
મહિલા વનડે પ્લેયર ઓફ ધ યર- એલિસા હીલી
મહિલા ટી20 પ્લેયર ઓફ ધ યર- બેથ મૂની
વુમેન ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- એલિસે વિલાનીક
મેન્સ ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- ટ્રેવિસ હેડ
બેટ્ટી વિલ્સન યંગ ક્રિકેટર ઓફ ધ યર- ડાર્સી બ્રાઉન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More