Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019 : મિતાલી રાજે કહ્યું કે 'આ' ટીમ જીતશે વર્લ્ડ કપ કારણ કે...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય પુરુષ ટીમ સતત ત્રીજીવાર ખિતાબ જીતવાની દાવેદાર છે કારણ કે ટીમ પાસે અનેક મેચ વિનર ખેલાડી છે. 

World Cup 2019 : મિતાલી રાજે કહ્યું કે 'આ' ટીમ જીતશે વર્લ્ડ કપ કારણ કે...

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય પુરુષ ટીમ સતત ત્રીજીવાર ખિતાબ જીતવાની દાવેદાર છે કારણ કે ટીમ પાસે અનેક મેચ વિનર ખેલાડી છે. મિતાલીએ ટ્વિટર પર વીડિયોમાં કહ્યું છે કે ભારતીય ટીમ પાસે અનેક મેચ વિનર છે. કેપ્ટન વિરાટ કોહલી, ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન સાથે મળીને મોરચો સંભાળે છે. 

fallbacks

મિતાલીએ કહ્યું છે કે, "આપણી પાસે જસપ્રીત બુમરાહ જેવા ફાસ્ટ બોલર અને સ્પિનર પણ છે. મને લાગે છે કે જો આપણા બોલરો બચાવ કરવા માટે સક્ષમ છે. આપણી પાસે આ મામલે ઉંડાણ છે અને ધોની જેવો એક્સપર્ટ પણ છે. ભારત કોઈપણ પરિસ્થિતિમાં લડત આપી શકે છે. ભારત વર્લ્ડકપ જીતવા માટે મજબુત દાવેદાર છે. ટીમે દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે."

મિતાલીએ વિશેષમાં કહ્યું છે કે ઇંગ્લેન્ડની પણ વર્લ્ડકપમાં અવગણના ન કરી શકાય. તેણે કહ્યું છે કે, "હું ઘરેલુ ટીમ (ઇંગ્લેન્ડ)ની અવગણના નથી કરી શકતી. તેમણે વન ડે મેચમાં સતત 10થી 15 જીત મેળવી છે. તેઓ હોમગ્રાઉન્ડ પર રમી રહ્યા છે. જોકે એક ભારતીય તરીકે મને તો ટીમ ઇન્ડિયા જ મજબુત લાગે છે."

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More