IPL 2025 : IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા આ ક્રિકેટરે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન તેના માતા-પિતા POKમાં હતા. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પણ મોઈન અલી છે. મોઈન અલી પાકિસ્તાની મૂળનો અંગ્રેજી ક્રિકેટર છે. મોઈન અલીએ ખુલાસો કર્યો કે જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે તેના માતા-પિતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં હતા.
IPL રમતા આ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન
મોઈન અલીએ બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટમાં કહ્યું, 'મારા માતા-પિતા ખરેખર તે સમયે કાશ્મીર (POK)માં હતા.' હુમલો થયો ત્યાંથી લગભગ એક કલાક દૂર અને પછી તે દિવસે ત્યાંથી ફ્લાઇટ પકડવામાં સફળ રહ્યા. મને ખુશી છે કે તે દિવસે તેઓ ત્યાંથી નીકળી ગયા પણ તે ગાંડપણ હતું.
પાકિસ્તાન સાથે વિવાદ વચ્ચે ભારતે એશિયા કપ 2025માંથી નામ પાછું ખેંચ્યું!
મોઈન અલીએ વધુમાં કહ્યું કે, 'લોકોને બરાબર ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. મેં ઘણા લોકો સાથે વાત કરી. તેમાંના કેટલાકે કહ્યું, 'યુદ્ધ નહીં થાય;' બધું સારું થઈ જશે. આ પહેલા પણ આવું બન્યું છે. કેટલાક લોકોએ કહ્યું, 'મને લાગે છે કે યુદ્ધ થશે.' અમને સૌથી વધુ ચિંતા ફ્લાઇટ્સ રદ થવાની અને બહાર નીકળી ન શકવાની હતી.'
ફરીથી શરૂ થયેલી IPLમાં મોઈન અલી ટીમ સાથે જોડાયો નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન મોઈન અલી ભારતમાં હાજર હતો. તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. પરંતુ મોઈન અલી ફરીથી શરૂ થયેલી આઈપીએલમાં કેકેઆર સાથે જોડાયો નથી.
IPL 2025ની મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મોઈન અલીને બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનમાં તેને 6 મેચ રમવાની તક મળી. જેમાં તેણે માત્ર 6 વિકેટ લીધી હતી. મોઈને બેટથી ફક્ત 5 રન બનાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે