Home> Sports
Advertisement
Prev
Next

માત્ર 27 વર્ષની ઉંમરે મોહંમદ આમિરે ટેસ્ટમાંથી લીધો સંન્યાસ, કરી રહ્યો છે મોટું પ્લાનિંગ

પાકિસ્તાનના તેજ બોલર મોહંમદ આમિરે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સનસની ફેલાવી દીધી છે. તેનુ કહેવું છે કે, તે લિમિટેડ ઓવર ક્રિકેટ પર ફોકસ કરવા માંગે છે અને તેથી તેઓ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યાં છે. 

માત્ર 27 વર્ષની ઉંમરે મોહંમદ આમિરે ટેસ્ટમાંથી લીધો સંન્યાસ, કરી રહ્યો છે મોટું પ્લાનિંગ

નવી દિલ્હી :પાકિસ્તાનના તેજ બોલર મોહંમદ આમિરે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સનસની ફેલાવી દીધી છે. તેનુ કહેવું છે કે, તે લિમિટેડ ઓવર ક્રિકેટ પર ફોકસ કરવા માંગે છે અને તેથી તેઓ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી રહ્યાં છે. આમિરે પાકિસ્તાન માટે માત્ર 36 ટેસ્ટ રમ્યા છે અને તેમણે એ ઉંમરમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી છે, જેમાં સામાન્ય રીતે ક્રિકેટમાં આવું કરતા નથી. અટકળો એવી છે કે, આમિરના આ નિર્ણય પાછળનો તેનો હેતુ ભવિષ્યમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમવાનો છે. 

fallbacks

ધનુષે રજનીકાંતની દીકરીને કેવી રીતે પટાવી હતી? એક અફવાથી તેની આખી જિંદગી બદલી ગઈ હતી

શું છે આ અટકળો પાછળનું કારણ
આ વાતની ક્યાંયથી પુષ્ટિ તો નથી થઈ, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક એવી બાબતો છે જે આ અટકળોને વધુ મજબૂત કરી રહી છે. આમિરે 2016માં બ્રિટનની નાગરિક નર્ગિસ મલિક સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આમિરે પહેલેથી જ સ્પાઉસ વીઝા માટે આવેદન આપી દીધું છે. આ વીઝા તેમને ઈંગ્લેન્ડમાં ત્રણ મહીના રહેવાની પરમિશન આપશે. તેને મળવા પર આમિર ઈંગ્લેન્ડમાં કામ કરવા ઉપરાંત કેટલીક અન્ય સુવિધાઓ પણ મેળવી શકશે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટસ અનુસાર, આમિર ઈંગ્લેન્ડમાં એક ઘર ખરીદવાનું પ્લાનિંગ પણ બનાવી રહી છે. ઘર મળવા પર તેમને બ્રિટનનો પાસપોર્ટ સરળતાથી મળી જશે. જેના બાદ તેમને ઈંગ્લેન્ડની ટીમ તરફથી રમવામાં વધુ તકલીફોનો સામનો નહિ કરવો પડે. 

આ અટકળો કેટલી સાચી
પહેલી વાત તો એ કે મોહંમદ આમિકે માત્ર ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધું છે. વન ડે અને ટી-20 ક્રિકેટમાંથી નહિ. આમ તો સ્પોટ ફિક્સીંગ વિવાદમાં તેઓ પાંચ વર્ષનો પ્રતિબંધ અને ઈંગ્લેન્ડમાં કેટલોક સમય જેલમાં પણ વિતાવી ચૂક્યા છે. પરંતુ તેના બાદ અનેકવાર ઈંગ્લેન્ડ આવીજઈ ચૂક્યા છે. આમિરે રિટાયર્ડમેન્ટની ભનક પોતાના સાથી પ્લેયર્સને પણ થવા ન દીધી. તેમના કેટલાક સાથીઓનું કહેવું છે કે, આમિર હવે પાકિસ્તાન માટે ક્રિકેટ રમવામાં કોઈ રસ ધરાવતો નથી. 

આમિરે રિટાયર્ડમેન્ટ પર કહ્યું, ક્રિકેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે. મેં સીમિત ઓવર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હવે ટેસ્ટમાંથી સંન્સાય લેવાનો નિર્ણય કર્યો છે. આમિરે 17 વર્ષની ઉંમરમાં 2009માં શ્રીલંકાની વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. તેમણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 119 વિકેટ લીધા છે.  

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More