Home> Sports
Advertisement
Prev
Next

16 વર્ષ બાદ મોહમ્મદ કેફે ભારતના આ ખેલાડીની માગી માફી, જાણો કારણ

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક શાનદાર કેચનો વીડિયો પોસ્ટ કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ 2004મા રમાયેલી આ મેચમાં શાનાદર કેચ ઝડપનાર કેફે હેમાંગ બદાણીની માફી માગી છે. 

16 વર્ષ બાદ મોહમ્મદ કેફે ભારતના આ ખેલાડીની માગી માફી, જાણો કારણ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના શાનદાર ફીલ્ડરોમાં સામેલ રહેલા મોહમ્મદ કેફ (Mohammad Kaif)એ પોતાના સાથી ખેલાડી રહેલા હેમાંગ બદાણી  (Hemang Badani)ની વર્ષ 2004ની એક ભૂલ માટે માફી માગી છે. કેફે પાકિસ્તાન વિરુદ્ધ 2004મા રમાયેલી એક મેચની નાની ક્લિપ પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી, જેમાં તેણે બદાણીને સોરી કહ્યુ છે. 

fallbacks

કેફ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તેની શ્રેષ્ઠ ફીલ્ડિંગની એક ઝલક છે. ભારતીય ટીમ વર્ષ 2004મા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન કરાચીમાં રમાયેલી વનડે મેચ રોમાંચક બની ગઈ હતી. પાકિસ્તાનની ટીમને ભારતે 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મેચમાં પાકિસ્તાન જ્યારે જીતથી 10 રન દૂર હતું, ત્યારે કેફે દમદાર કેચ ઝડપીને મેચ ભારતની તરફ લાવી દીધી હતી. 

આ વીડિયોને પોસ્ટ કરતા કેફે ટ્વીટર પર લખ્યુ, 'નિડર યુવા અસંભવનો પણ પીછો કરે છે અને તેને બંન્ને હાથમાં પકડી લે છે. ઓહ સોરી બદાણી ભાઈ.'

પાકિસ્તાનને 8 બોલમાં 10 રનની જરૂર હતી, ત્યારે ઝહીર ખાનના બોલ પર શોએબ મલિકે લોન્ગ ઓન પર ઉંચો શોટ રમ્યો હતો. અહીં હેમાંગ બદાણી તૈનાત હતો, જે ખરેખર યોગ્ય રીતે બોલને પકડવા માટે તેની પાછળ આરામથી પોતાના હાથ ખોલીને પોતાની પોઝિશન બનાવી લીધી હતી. પરંતુ લોન્ગ ઓફ પર તૈનાત કેફનું ધ્યાન તેના પર નહતું અને તેણે બાજની જેમ પોતાની નજર બોલ પર બનાવી રાખી અને દોડતો આવી રહ્યો હતો. કેફે બોલની પાસે પહોંચતા હવામાં ડાઇવ લગાવી અને બોલને સુરક્ષિત ઝડપી લીધો હતો. 

સૌરવ ગાંગુલીએ કરાવ્યો કોરોના વાયરસ ટેસ્ટ, જાણો શું આવ્યું રિઝલ્ટ

આ વચ્ચે બસ છોડી ઇંચથી હેમાંગ બદાણીનુ માથુ કેફના પગથી ટકરાતા બચી ગયું અને બદાણીની કેપ તેની સાથે ટકરાયને પડી ગઈ. કેફ કેપ ઝડપવાની ખુશીમાં ઝડપથી ટીમના સાથે ખેલાડીઓ પાસે ઉજવણી કરવા પહોંચી ગયો હતો. ભારતે આ મેચ પાંચ રનથી જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More