Mohammad Nabi Step Down As Captain Afghanistan: ટી20 વર્લ્ડકપ ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે, પરંતુ આ દરમિયાન અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમંદ નબીએ કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે, તેનાથી ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ટી20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમ સારું પ્રદર્શન કરી રહી ન હતી.
ટી20 વર્લ્ડકપની વચ્ચે કેપ્ટનશિપ છોડી
અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમંદ નબીએ ટી20 વર્લ્ડકપની વચ્ચે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી. તેમણે પોસ્ટ કરતાં લખ્યું 'ટી20 વર્લ્ડકપમાં અમારી સફર પુરી થઇ ગઇ છે. અમને જે પણ રિઝલ્ટ મળ્યા. તેની અમને અને અમારા ફેન્સને બિલકુલ આશા ન હતી. ગત એક વર્ષમાં અમારી તૈયારી તે પ્રકારની રહી નથી જેવી એક કેપ્ટન મોટી ટૂર્નામેન્ટ માટે ઇચ્છે છે. ગત કેટલાક પ્રવાસમાં સિલેક્ટર્સ, ટીમ મેનેજમેન્ટ અને મારી સહમતી બની શકી નહી. એટલા માટે હું કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરું છું. જ્યારે પણ ટીમને મારી જરૂર પડશે હું દેશ માટે રમવાનું ચાલુ રાખીશ.
AUS માટે વિલન બન્યું અફઘાનિસ્તાન, આવતીકાલે ઇગ્લેંડની જીતથી ખતમ થશે કાંગારૂઓની સફર
— Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022
મોહમંદ નબીએ આગળ લખ્યું 'હું તે તમામને દિલથી થેક્યૂ કહું ચું, જેમણે અમને સપોર્ટ કર્યો અને જે લોકો વરસાદ હોવાછતાં મેચ જોવા માટે મેદાન પર આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરુ છું. તમારો પ્રેમ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે.
T20 World Cup માં કર્યું ખરાબ પ્રદર્શન
મોહમંદ નબીની કેપ્ટનશિપમાં અફઘાનિસ્તાન ટીમ ટી20 વર્લ્ડકપ 2022 માં સારું પ્રદર્શન કરી શકી નહી. ટીમને પાંચમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ મેચમાં ટીમ જીત સુધી પહોંચી હતી, પરંતુ મેચ 4 રનથી હારી ગઇ. હાલના ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચવાનું તો દૂર, ટીમ એકપણ મુકાબલો જીતી શકી નહી અને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાન પર રહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે