Hasin Jahan : મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ એક વર્ષથી અલગ રહે છે. તાજેતરમાં હસીન જહાંની ભરણપોષણ અરજીની સુનાવણી કરતી વખતે, કોલકાતા હાઈકોર્ટે ભારતીય ક્રિકેટર શમીને તેની પત્ની અને પુત્રીને દર મહિને 4 લાખ રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા, હસીન જહાંએ કહ્યું કે 4 લાખ રૂપિયા ભરણપોષણ ઓછું છે. પરંતુ હવે તેણીએ એક વિડિઓ અને તેની સાથે એક લાંબો મેસેજ શેર કર્યો છે, જેમાં શમી પ્રત્યેનો તેનો પ્રેમ દેખાય છે.
7 વર્ષ બાદ ફરી છલકાયો હસીન જહાંનો પ્રેમ !
હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ ક્લિપ શેર કરી છે, જેમાં તે 'પ્યાર મેં હોતા હૈ ક્યા જાદુ' ગીત ગાતી જોવા મળી રહી છે. આ ગીત 1996માં રિલીઝ થયેલી ફિલ્મ 'પાપા કહેતે હૈ' નું છે. તે સમયના સ્ટાર ગાયક, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે આ સુપરહિટ ગીત ગાયું હતું.
મોટી દુર્ઘટના ટળી! ગિલ સાથે કંઈક એવું બન્યું કે ભારતીય ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા
હસીન જહાંએ આ વિડિઓ ક્લિપ સાથે એક લાંબો મેસેજ શેર કર્યો છે, જેમાં તેણીએ મોહમ્મદ શમી માટે 'આઈ લવ યુ' પણ લખ્યું છે. તેણીએ લખ્યું કે શમી સાથે તેની કાનૂની લડાઈ 7 વર્ષથી ચાલી રહી છે, જેમાંથી કોઈને કંઈ મળ્યું નથી. તેણીએ પોતાની પોસ્ટમાં ચારિત્ર્યહીન, લોભી અને ઘમંડી જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.
હસીન જહાંએ પોતાની પોસ્ટમાં શું લખ્યું ?
હસીન જહાંએ મોહમ્મદ શમી માટે પોતાની પોસ્ટ શેર કરી અને લખ્યું, "I love you Jaanu...". મારા જેવી પત્ની તને ક્યાં મળશે જે આટલા જુસ્સાથી સંબંધ જાળવી રાખે? 'ચિંતા ના કર માય લવ' છેલ્લા શ્વાસ સુધી મજબૂત સંબંધ જાળવીશું, ઇન્શા અલ્લાહ. તમારે ફક્ત તે મજબૂત સંબંધ કેવો રહેશે તે નક્કી કરવાનું છે. આપણે 7 વર્ષથી કાનૂની લડાઈમાં સામેલ છીએ. તમને શું મળ્યું ? ચારિત્ર્યહીન, લોભી, સ્વાર્થી બનીને તમે તમારા પોતાના પરિવારને બરબાદ કરી દીધો. હસીન જહાં અહીં જ ન અટકી, તેણે મોહમ્મદ શમી પર એક પછી એક અનેક આરોપો લગાવ્યા."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે