Home> Sports
Advertisement
Prev
Next

Team India ના ધૂરંધર બોલરની પત્નીનો Video વાયરલ, ફેન્સે કરી આવી કમેન્ટસ

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની મેરેજ લાઈફમાં થયેલા વિવાદથી મોટાભાગે બધા માહિતગાર છે. શમીની પત્ની હસીન હજાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હસીન જહાં ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેણે કઈંક એવું જ કર્યું છે. 

Team India ના ધૂરંધર બોલરની પત્નીનો Video વાયરલ, ફેન્સે કરી આવી કમેન્ટસ

નવી દિલ્હી: મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની મેરેજ લાઈફમાં થયેલા વિવાદથી મોટાભાગે બધા માહિતગાર છે. શમીની પત્ની હસીન હજાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હસીન જહાં ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફોટા અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેણે કઈંક એવું જ કર્યું છે. 

fallbacks

હસીન જહાંએ શેર કર્યો વીડિયો
હસીન જહાંએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એક ગીત ગાતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે તે જે ગીત ગાઈ રહી છે તેણે  બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને શમી વિશે કમેન્ટ કરી રહ્યા છે. 

શમી અને હસીન જહાંના તલાક થયા નથી
મોહમ્મદ શમી સાથે વિવાદના પગલે હસીન જહાં ઘણા સમયથી પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અત્રે જણાવવાનું કે હજુ સુધી બંનેના તલાક થયા નથી. 

fallbacks

શું છે વિવાદ
અત્રે જણાવવાનું કે વર્ષ 2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા આરોપો  લગાવ્યા બાદ મામલો નોંધાયો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી વિરુદ્ધ આઈપીસીની કલમ 498(એ) દહેજ ઉત્પીડન, અને કલમ 354 (યૌન ઉત્પીડન) હેઠળ મામલો નોંધાયો હતો. જ્યારે તેના ભાઈ હાસિદ અહમદ પર કલમ 354 હેઠળ કેસ દાખલ થયો હતો. અત્રે જણાવવાનું કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન એક મોડલ હતી અને પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સની એક ચીયર લીડર બની. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને બંને એકબીજાને દિલ દઈ બેઠા. પછી શમીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા. શમી 17 જુલાઈ 2015ના રોજ એક પુત્રીનો પિતા પણ બન્યો. 

બે વાર થઈ ચૂક્યા છે લગ્ન
હસીન જહાં અગે પણ પછી તો ખુબ ખબરો આવવા લાગી હતી. કહેવાય છે કે વર્ષ 2002માં હસીનને એક દુકાનદાર સાથે પ્રેમ થઈ ગયો હતો જેનું નામ શેખ સૈફુદ્દીન હતું. તે સમયે હસીન 10માં ધોરણમાં ભણતી હતી. હસીન જહાંએ પરિવારની વિરુદ્ધ જઈને તે વર્ષે સૈફુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય ચાલ્યા નહીં. હસીન અને સૈફુદ્દીનના વર્ષ 2010માં તલાક થઈ ગયા. હસીન અને સૈફુદ્દીનના બે બાળકો પણ છે જે તેમના પિતા સાથે રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More