Home> Sports
Advertisement
Prev
Next

IPL-2019: મોહમ્મદ શમી માટે કિંગ્સ ઇલેવન પંજાબે બનાવ્યો ખાસ પ્લાન

મોહમ્મદ શમીએ ગત વર્ષે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વકપમાં જસપ્રીત બુમરાહ સાથે નવો બોલ સંભાળી શકે છે. 

IPL-2019: મોહમ્મદ શમી માટે કિંગ્સ ઇલેવન પંજાબે બનાવ્યો ખાસ પ્લાન

મોહાલીઃ કિંગ્સ ઇલેવન પંજાબના કોચ માઇક હેસને કહ્યું કે મોહમ્મદ શમી આઈપીએલની 12મી સિઝનમાં શાદનાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે, પરંતુ તેને મેચોની વચ્ચે પર્યાપ્ત આરામ આપવામાં આવશે. વિશ્વકપ 30 મેથી શરૂ થવાનો છે, આ કારણથી આઈપીએલમાં ભારતીય ખેલાડીઓના કાર્યભારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ખેલાડી પોતે પોતાનો કાર્યભાર મેનેજ કરશે. 

fallbacks

મોહમ્મદ શમીએ ગત વર્ષે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું અને વિશ્વકપમાં જસપ્રીત બુમરાહની સાથે નવો બોલ સંભાળી શકે છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ હેસને કહ્યું, મેં કેએલ રાહુલ અને શમી સાથે વાત કરી છે. તે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છે છે, પરંતુ અમે તેને મેચોની વચ્ચે આરામ આપીશું. 

હેસને કહ્યું, જો તેને આઈપીએલની મેચો વચ્ચે થાક અનુભવાય તો તેને આરામ મળશે. તેને વધુ અભ્યાસ કે આરામની જરૂર હશે તો અમે આપીશું. અમારે જોવાનું પણ રહેશે કે ટીમનું પ્રદર્શન કેવું રહે છે, પરંતુ તે સારૂ પ્રદર્શન કરવા ઉત્સુક છે. 

પંજાબ માટે એક સમસ્યા વિદેશી ખેલાડીઓની હાજરીની પણ છે, કારણ કે વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેલ, આફ્રિકાના મિલર અને અફઘાનિસ્તાનના મુઝીબ ઉર રહમાનનું પોતાના દેશની ટીમોમાં પસંદગી નક્કી છે. 

હેસને કહ્યું, ઉપલબ્ધતા એક મુદ્દો હશે, પરંતુ એટલી અસર પડશે નહીં. અફગાનિસ્તાનના ખેલાડીઓ ગ્રુપ ચરણ બાદ જશે. આફ્રિકાના ખેલાડી પ્લેઓફમાં આવશે. ઓસ્ટ્રેલિયામાં શેફીલ્ડ શીલ્ડ ફાઇનલ પણ છે, પરંતુ અમારી પાસે પર્યાપ્ત ખેલાડી છે.  

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More