Home> Sports
Advertisement
Prev
Next

ચાર દિવસથી અફવાઓ તેજ બની, ભારતના આ બંને ખેલાડીઓ કરશે સગાઈ, બંનેના પહેલા લગ્ન તૂટ્યા છે

Sania Mirza Wedding Rumors : ચર્ચા છે કે, મોહંમદ શામી અને સાનિયા મિર્ઝા એકબીજાને છુપાઈ છુપાઈને ડેટ કરી રહ્યાં છે. બંને છુપાઈ છુપાઈને લોકોને ખબર ન પડે એ રીતે મળી રહ્યાં છે

ચાર દિવસથી અફવાઓ તેજ બની, ભારતના આ બંને ખેલાડીઓ કરશે સગાઈ, બંનેના પહેલા લગ્ન તૂટ્યા છે

Mohammed Shami And Sania Mirza : હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાના બ્રેકઅપના સમાચાર તેમના ફેન્સ માટે ચોંકાવનારા બન્યા છે. ત્યારે પ્લેયર્સની લવ લાઈફમાં હાલ અફવાઓનું બજાર ગરમ છે. વધુ એક ક્રિકેટરના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યાં છે. ક્રિકેટર મહંમદ સામી અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જલ્દી લગ્ન કરવાના છે, તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. હવે આ હકીકત છે કે અફવા તે તો સમય આવ્યે ખબર પડશે, પરંતુ હાલ ફેન્સ તેમની જોડીના મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે. 

fallbacks

સોશિયલ મીડિયા પર વાયરલ માહિતી અનુસાર, 20 ઓગસ્ટના રોજ સાનિયા મિર્ઝા અને ક્રિકેટર મોહંમદ સામી લગ્ન કરવા જઈ રહ્યાં છે. તેમની કપલ તરીકેની ફેક તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. 

હકીકતમા, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના હાલ પાંચ મહિના પહેલા જ ડિવોર્સ થયા છે. તે પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક સાથે પરણી હતી, પરંતું શોએબ મલિક સાથે ડિવોર્સ લઈને સાનિયા મિર્ઝા પરત ભારત ફરી છે. 

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી, 3 જિલ્લા પર મોટું સંકટ

તો બીજી તરફ, મોહંમદ શામીના પણ વર્ષ 2018 માં પત્ની હસીન જહાથી તલાક થયા હતા. હાલમાં આ બંને ભારતીય પ્લેયરના તલાક થઈ ચૂક્યા છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, આ બંને ભારતીય પ્લેયર્સ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

ચર્ચા છે કે, મોહંમદ શામી અને સાનિયા મિર્ઝા એકબીજાને છુપાઈ છુપાઈને ડેટ કરી રહ્યાં છે. બંને છુપાઈ છુપાઈને લોકોને ખબર ન પડે એ રીતે મળી રહ્યાં છે. જોકે, હજી આ મામલે કોઈ કન્ફર્મ સમાચાર આવ્યા નથી. 

ત્યારે અફવાઓ વચ્ચે 20 ઓગસ્ટના રોજ સાનિયા મિર્ઝા અને મોહંમદ સામી લગ્ન કરશે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)

પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More