Sports News: ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે પોતાની રમતના આધારે દુનિયાભરમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે ક્રિકેટ જગતના દરેક દિગ્ગજ તેની પ્રશંસા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિરાજની કમાણીમાં પણ ઝડપથી વધારો થયો છે, આજે તે કરોડો રૂપિયાની મિલકતનો માલિક છે. મોંઘુ ઘર, મોંઘી ગાડીઓ, આજે તેની પાસે બધું જ છે. તેને BCCI તરફથી વાર્ષિક કરોડો રૂપિયા મળે છે, તે IPLમાંથી પણ ઘણી કમાણી કરે છે. આ ઉપરાંત, તે બ્રાન્ડ ડીલ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.
મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રભુત્વ મેળવ્યું, તેણે સૌથી વધુ 23 વિકેટો લઈને ઐતિહાસિક પ્રદર્શન કર્યું. તેણે છેલ્લી ટેસ્ટમાં 9 વિકેટો લીધી. આનાથી સિરાજની બ્રાન્ડ વેલ્યુમાં વધુ વધારો થવાની ધારણા છે. ચાલો તમને જણાવીએ કે હાલમાં તેની પાસે કેટલી મિલકત છે, અને તેને IPL અને BCCIમાંથી કેટલો પગાર મળે છે.
BCCI સિરાજને કેટલો પગાર આપે છે?
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2024-2025મા સિરાજ ગ્રેડ-એમાં સામેલ છે. આ કેટેગરીના ખેલાડીઓને બીસીસીઆઈ વાર્ષિક 5 કરોડ રૂપિયા આપે છે. આ સિવાય તેની મેચ ફી અલગ હોય છે.
આ પણ વાંચોઃ IND vs ENG: તૂટ્યા 6 મોટા રેકોર્ડ, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે કરી બુમરાહની બરોબરી
એક મેચ રમવા માટે ખેલાડીઓને કેટલા રૂપિયા મળે છે?
એક ટેસ્ટ માટે- 15 લાખ રૂપિયા
એક વનડે માટે- 7 લાખ રૂપિયા
એક ટી20i માટે- 3 લાખ રૂપિયા
મોહમ્મદ સિરીઝની આઈપીએલ સેલેરી
મોહમ્મદ સિરાજ પાછલી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે રમ્યો હતો, આ પહેલા તે આરબીસી અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં પણ હતો. જુઓ તેને કેટલી સેલેરી મળતી હતી.
2017: SRH- 2.60 કરોડ રૂપિયા
2018 થી 2021: RCB- 2.60 કરોડ રૂપિયા
2022 થી 2024: RCB- 7 કરોડ રૂપિયા
2025: GT- 12.25 કરોડ રૂપિયા
આ પણ વાંચોઃ ક્રિકેટમાં ફ્લોપ રહેલા RCBના આ ખેલાડીએ પૈસા કમાવવા મજબૂરીમાં શરૂ કર્યું 'ગંદુ કામ'
મોહમ્મદ સિરાજની કુલ સંપત્તિ
સિરાજે 2017 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, આ T20 મેચ રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે રમાઈ હતી. સિરાજે ડિસેમ્બર 2020 માં (ઓસ્ટ્રેલિયા સામે) ટેસ્ટ અને જાન્યુઆરી 2019 માં ODI માં પ્રવેશ કર્યો હતો.
OneCricket એ વિવિધ સોર્સના હવાલાથી પોતાના રિપોર્ટમાં મોહમ્મદ સિરાજની કુલ નેટવર્થ 57 કરોડ રૂપિયા જણાવી છે.
આલીશાન ઘરનો માલિક છે સિરાજ
રિપોર્ટ્સ અનુસાર મોહમ્મદ સિરાજની પાસે ઘણી સંપત્તિઓ છે. હૈદરાબાદના જુબલી હિલ્સ સ્થિત ફિલ્મ નગરમાં તેનું આલીશાન ઘર છે, જેની કિંમત 13 કરોડ રૂપિયા છે. સિરાજ આ વર્ષે અહીં શિફ્ટ થયો છે.
મોહમ્મદ સિરાજને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ થાય છે કમાણી
સિરાજ ઘણી બ્રાન્ડ્સ સાથે જોડાયેલો છે, જ્યાંથી પણ તેને સારી કમાણી થાય છે. OneCricket એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સિરાજ My11Circle, Be O Man, CoinSwitchKuber, MyFitness, SG, Nippon Paint, ThumsUp જેવી કંપનીઓ સાથે જોડાયેલો છે.
સિરાજ પાસે છે લક્ઝરી કારનું કલેક્શન
આ રિપોર્ટ્સમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે સિરાજની પાસે ઘણી લક્ઝરી કાર છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. તેની પાસે જે કાર છે તેની માહિતી અમે તમને નીચે આપી રહ્યાં છીએ.
Range Rover Vogue- 2.40 કરોડ રૂપિયા
BMW 5-Series Sedan- 69 લાખ રૂપિયા
Mercedes-Benz S-Class- 1.80 કરોડ રૂપિયા
Toyota Corolla- 20 લાખ રૂપિયા
Mahindra Thar- 15 લાખ રૂપિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે