હૈદરાબાદઃ ઓસ્ટ્રેલિયામાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરનાર અને ધમાકેદાર બોલિંગ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) હવે પોતાના વતન હૈદરાબાદ (Hyderabad) પહોંચી ચુક્યો છે. ઘણા દિવસ બાદ સિરાજ પોતાના પરિવારને મળી શક્યો છે.
પિતાની કબર પર પહોંચ્યો
હૈદરાબાદ (Hyderabad) પહોંચ્યા બાદ મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પોતાના પિતા મોહમ્મદ ગૌસ (Mohammed Ghaus) ની કબર પર પહોંચ્યો હતો. અહીં આવીને સિરાજ ભાવુક થઈ ગયો. પિતાની કબર પર તેણે ફાતેહા પઢી અને પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.
#MohammedSiraj pays tribute to his late father after he returns from success in Australia! pic.twitter.com/JNCuK3G5KF
— Thalapathy rasigan - Mukesh (@mukki_03) January 21, 2021
નવેમ્બરમાં થયું હતું નિધન
20 નવેમ્બરે જ્યારે સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો ત્યારે તેના પિતા મોહમ્મદ ગૌસ (Mohammed Ghaus) નુ નિધન થયુ હતું. સિરાજે ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય કર્યો અને પોતાના પિતાનું સપનુ પૂરુ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ રહાણેનું મુંબઈમાં ભવ્ય સ્વાગત, ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ ઈન્ડિયા જુઓ Video
પિતાનું સપનુ થયુ પૂરુ
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ના પિતા મોહમ્મદ ગૌસ (Mohammed Ghaus) નું સપનુ હતુ કે પુત્ર દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમે. સિરાજ ન માત્ર પિતાનું સપનું પૂરુ કર્યુ પણ પોતાના પ્રદર્શનથી દેશની જનતાનું દિલ જીતી લીધુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે