Home> Sports
Advertisement
Prev
Next

Lal Singh Chadda જોઈ ભડકી ગયો આ ક્રિકેટર, કહ્યું- ભારતીય આર્મી અને શીખોનું અપમાન, બાયકોટની કરી અપીલ

Laal Singh Chaddha Movie:  આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા પર ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ ઈન્ડિયન આર્મી અને શીખોનું અપમાન કરે છે. 
 

Lal Singh Chadda જોઈ ભડકી ગયો આ ક્રિકેટર, કહ્યું- ભારતીય આર્મી અને શીખોનું અપમાન, બાયકોટની કરી અપીલ

નવી દિલ્હીઃ આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' પર શરૂ થયેલો વિવાદ શાંત થઈ રહ્યો નથી. સોશિયલ મીડિયા પર બાયકોટની માંગ વચ્ચે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. તેને લઈને ભારતીય મૂળના પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું માનવું છે કે આમિર ખાનની આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે. 

fallbacks

તેણે બે ટ્વીટ કરતા ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી છે. તેણે પ્રથમ ટ્વીટમાં લખ્યું- ફોરેસ્ટ ગંપ અમેરિકી સેનામાં ફિટ બેસે છે, કારણ કે અમેરિકા વિયતનામ યુદ્ધ માટે જરૂરીયાતોને પૂરી કરવા માટે ઓછા આઈક્યૂ પુરૂષોની ભરતી કરી રહ્યું હતું. આ ફિલ્મ ભારત સશસ્ત્ર દળો ભારતીય સેના અને શીખો માટે પૂર્ણ અપમાન છે. અપમાનજકન! શરમજનક.

તેમણે બીજા ટ્વીટમાં લખ્યું- લાલ સિંહ ચડ્ઢામાં આમિરે ઓછા આઈક્યૂવાળા વ્યક્તિનું પાત્ર નિભાવ્યું છે. 'લાલ સિંહ ચડ્ઢા' 'ફોરેસ્ટ ગમ્પ' (1994મા આવેલી હોલીવુડ ફિલ્મ) ની રિમેક છે. આ અપમાનજનક. શરમજનક.  #BoycottLalSinghChadda #BoycottLaalsingh. એટલું જ નહીં તેણે અન્ય એક ટ્વીટ કર્યુ, જેમાં તેણે ફરી ફિલ્મને બાયકોટ કરવાની અપીલ કરી છે. 

ઉલ્લેખનીય છે કે પાનેસરે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટમાં 167 અને 26 વનડેમાં 24 વિકેટ ઝડપી છે. તે ટ્વિટર પર ભારત અને ભારતીય ટીમ વિશે ખુલીને પોતાની વાત રાખે છે અને વિચાર રજૂ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More