નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડન ટીમના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસર આ સમયે લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમી રહ્યો છે. આ દરમિયાન તેણે ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પહોંચનારી બે ટીમોની ભવિષ્યવાણી કરી છે. આ સિવાય તેણે તે પણ જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનો શું પ્લાન ટી20 વિશ્વકપમાં હોવો જોઈએ? પાનેસરે રિષભ પંતને લઈને કહ્યુ કે તેણે જોખમભર્યા શોટ્સ રમવાથી બચવુ જોઈએ, કારણ કે દિનેશ કાર્તિક તેને પડકાર આપી રહ્યો છે.
મોન્ટી પાનેસરે એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું, 'યજમાન ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે એક ટીમ ફાઇનલમાં પહોંચનારી હોઈ શકે છે. ભારત પણ ફાઇનલ રમે તેવી શક્યતા છે. તો પંતની આલોચના પર કહ્યુ કે, તે ખુબ રિસ્કી શોટ્સ રમે છે. થોડો ટકી જાય તો સારૂ રમી શકે છે. મેચના મહત્વપૂર્ણ પડવા પર તે ખરાબ શોટ રમીને આઉટ થાય છે, જેથી ટીમ દબાવમાં આવી જાય છે.'
આ પણ વાંચોઃ T20 રેન્કિંગમાં સૂર્યાનો કમાલ, બાબર આઝમને પછાડ્યો, ભુવીને મોટું નુકસાન
પાનેસરે જણાવ્યુ કે તેણે નક્કી કરવુ પડશે કે જ્યારે ટીમ ખરાબ સ્થિતિમાં હોય તેવા સમયે તે ક્રોસ કે રિવર્સ સ્વીપ રમવાની જગ્યાએ ગ્રાઉન્ડ શોટ્સ રમે અને બાઉન્ટ્રી ફટકારે. એકવાર ટીમ મજબૂત સ્થિતિમાં આવી જાય તો તે ખુલીને રમી શકે છે. કાર્તિક પણ તેને પડકાર આપી રહ્યો છે. એશિયા કપ 2022ની શરૂઆતમાં દિનેશ કાર્તિક પ્લેઇંગ ઇલેવનમાં હતો, પરંતુ છેલ્લી મેચમાં રિષભ પંત વિકેટકીપર હતો.
તેમણે ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાના પ્લાન વિશે કહ્યું- ભારતે પોતાના મજબૂત પક્ષ સ્પિન પર ટકી રહેવું પડશે. બધા દેશ ત્યાં (ઓસ્ટ્રેલિયા) ની પિચ પર ફાસ્ટ બોલરોને રમવા માટે તૈયાર હશે. ત્યાં બોલ ઉછાળ સાથે આવે છે, તો પુલ અને કટ લગાવવી સરળ હોય છે. તેવામાં ભારતીય બોલર સારી સ્પિન કરાવે તો તેને મદદ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે