Most Runs in International Cricket: હાલમાં જ એક ભારતીય ખેલાડીએ વન-ડે ક્રિકેટમાં એક અનોખો કિર્તિમાન પોતાના નામે કર્યો છે. જ્યાં હજુ સુધી મોટા-મોટા ખેલાડીઓ નહોંતા પહોંચી શકતા ત્યાં પહોંચીને આ ખેલાડીએ પોતાનો ડંકો વગાડ્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ એન.જગદીશન. વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્માના નામ પર છે. લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન ઇંગ્લેંડના અલી બ્રાઉનના નામ પર છે, પરંતુ ભારતના એક યુવા બેટ્સમેને આ બંને ખેલાડીઓને પછાડીને લિસ્ટ-એ ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધું છે. 'વનડે' ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યા એન.જગદીશન. જેણે રોહિત શર્માનો 264 રનનો તોડ્યો રેકોર્ડ.
ભારતીય ઘરેલૂ ક્રિકેટમાં અત્યારે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy 2022) રમાઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમિલનાડુ માટે રમનાર બેટ્સમેન એન જગદીશન એ લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. એન જગદીશન ()એ આ ઐતિહાસિક ઇનિંગ અરૂણાચલ પ્રદેશના વિરૂદ્ધ રમી.ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન છે મોખરે, જાણો ટોપ-10 લિસ્ટમાં કોણ કોણ છે તેના પર કરીએ એક નજર...
ઉલ્લેખનીય છેકે, માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતાં સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ બોલે છે. જેમાંથી એક સૌથી વધુ રન બનાવવાનો છે. આ રેકોર્ડની આસપાસ હાલનો કોઈ ક્રિકેટર પણ નથી. ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર 664 આંતરરાષ્ટ્રીય મેચમાં 74 વખત નોટ આઉટ રહીને 34357 રન બનાવ્યા છે. ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં સચિન છે મોખરે છે. સચિન બાદ ક્રમશ સંગાકારા, રિકી પોન્ટિંગ, જયવર્ધને, જેક કાલિસ, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, બ્રાયન લારા, જય સૂર્યા અને શિવનારાયન ચંદ્રપોલનું નામ આ લિસ્ટમાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે