નવી દિલ્હીઃ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન આ દિવસોમાં ક્રિકેટમાંથી બ્રેક લઈને આર્મીમા પોતાની સેવા આપી રહ્યો છે. આર્મીમાં હોવા છતાં ધોની રમતને પોતાથી દૂર રાખી શક્યો નથી. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થી રહ્યો છે, જેમાં ધોની પેરા ટેરિટોરિયલ બટાલિયનની સાથે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ધોનીનું પોસ્ટિંગ દક્ષિણ કાશ્મીરમાં થયું છે.
Lt. Colonel Mahendra Singh Dhoni spotted playing volleyball with his Para Territorial Battalion!💙😊
Video Courtesy : DB Creation #IndianArmy #MSDhoni #Dhoni pic.twitter.com/H6LwyC4ALb
— MS Dhoni Fans Official (@msdfansofficial) August 4, 2019
આ સિવાય વધુ તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે આર્મી યુનિફોર્મમાં ફેમસ ગીત 'મેં દો પલ કા શાયર હું' ગાતો જોવા મળી રહ્યો છે.
How pleasing is this! 😍❤️#MSDhoni pic.twitter.com/0gasXKRZXc
— Rea Dubey (@readubey) August 3, 2019
વિશ્વ કપ 2019 બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા હતી કે ધોની નિવૃતી લઈ લેશે, પરંતુ તેણે નિવૃતી લીધી નથી. ધોનીએ ભારતીય ટીમથી લગભગ બે મહિનાનો બ્રેક લીદો છે અને તે આર્મીમાં 31 જુલાઈએ જોડાયો હતો. ધોનીની આર્મીની સાથે આ સફર 15 ઓગસ્ટ સુધી ચાલશે.
Friendship Day 2019: આ દિગ્ગજ ક્રિકેટરોની દોસ્તી છે દુનિયાભરમાં પ્રખ્યાત
ઉલ્લેખનીય છે કે, ધોનીના ઉત્તરાધિકારી મનાતા રિષભ પંતને તેની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં તે શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે