Home> Sports
Advertisement
Prev
Next

'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ

આઈપીએલ 2021ની પહેલી ક્વોલિફાયરમાં એમ એસ ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો. માહીના આ અવતારની તો ક્રિકેટ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

'MS Dhoni નામ નથી ઈમોશન છે' ધોનીને રમતો જોઈને આ બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, Video વાયરલ

નવી દિલ્હી: આઈપીએલ 2021ની પહેલી ક્વોલિફાયરમાં એમ એસ ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો. માહીના આ અવતારની તો ક્રિકેટ રસિયાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટને વિનિંગ શોટ લગાવીને પોતાની ટીમને એકવાર ફરીથી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચાડી દીધી. 

fallbacks

7માં નંબરે ઉતરી અપાવી જીત
ઋતુરાજ ગાયકવાડના આઉટ થતા જ એમએસ ધોની 7માં નંબરે બેટિંગ માટે ઉતર્યો. તે સમયે ચેન્નાઈ સુપરકિંગ્સનો સ્કોર 149/5 હતો. કેપ્ટન કૂલે માત્ર 6 બોલમાં 3 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 18 રન કરી નાખ્યા. 

માહી છે તો શક્ય છે
એક સમયે એવું લાગતું હતું કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી જશે. પરંતુ એમ એસ ધોનીએ ફરીથી એકવાર અશક્યને શક્ય બનાવી દીધુ અને ચોગ્ગો ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સને યાદગાર જીત અપાવી દીધી. 

ધોનીને જોઈને બાળકી થઈ ભાવુક
એમએસ ધોની જ્યારે મેદાનમાં ચોગ્ગા છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં સ્ટેન્ડમાં બેઠેલી એક નાની બાળકી ખુબ જ ભાવુક થઈ ગઈ. તે ચેન્નાઈ સુપરકિંગ્સની જર્સી પહેરીને આવી હતી. યલ્લો આર્મીને જીતતા જોઈને તેની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. બાળકીની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને ફેન્સ બોલ્યા- 'ધોની નામ નથી ઈમોશન છે.' બાળકી જોડે તેનો ભાઈ પણ ખુબ ભાવુક થઈ ગયો હતો. 

બાળકીને માહી તરફથી મળી યાદગાર ભેટ
ચેન્નાઈ સુપરકિંગ્સની જીત બાદ જ્યારે એમ એસ ધોનીને ખબર પડી કે તેણે વિનિંગ શોટ ફટકાર્યો ત્યારે એક નાની બાળકી અને તેનો ભાઈ ખુશીના કારણે રડી પડ્યા ત્યારે માહીએ હ્રદય જીતી લેનારું કામ કર્યું. કેપ્ટન કૂલે બોલ તે બાળકીને પકડાવી દીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More