Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019- વિશ્વકપમાં વિરાટ નહીં ધોની કરે આગેવાનીઃ અજય જાડેજા

ટીમ ઈન્ડિયાના પૂર્વ વાઇસ કેપ્ટન અજય જાડેજા માને છે કે આગામી વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીના નહીં પરંતુ ધોનીના હાથમાં હોવી જોઈએ. 

World Cup 2019- વિશ્વકપમાં વિરાટ નહીં ધોની કરે આગેવાનીઃ અજય જાડેજા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ત્રીજા વનડે વિશ્વકપને પોતાના નામે કરવાના મિશનમાં લાગેલી છે. આ વચ્ચે ક્રિકેટ એક્સપર્ટ્સ અને પૂર્વ ક્રિકેટર ભારતીય ટીમને પોત-પોતાની સલાહ આપી રહ્યાં છે. તેવામાં એક ખાસ સલાહ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ આપી છે. પૂર્વમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રહી ચુકેલા જાડેજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટને સલાહ આપી કે આ વિશ્વકપમાં મિશનમાં ટીમ ઈન્ડિયાની કમાન વિરાટ કોહલીના હાથમાં નહીં પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હોવી જોઈએ. 

fallbacks

અજય જાડેજા એક ક્રિકેટ વેબસાઇટના સ્ટૂડિયોમાં આઈસીસી ક્રિકેટ વિશ્વકપ પર ચર્ચા કરી રહ્યાં હતા. જાડેજાએ અહીં ભારતની વિશ્વકપ મિશન માટે પોતાની ટીમ પણ પસંદ કરી હતી. પોતાી આ ટીમમાં તેમણે વિરાટના સ્થાને પૂર્વ કેપ્ટન ધોનીને ટીમની કમાન સોંપી છે. 

ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ક્રિકેટરે વિશ્વકપ 2019 માટે જે ટીમ પસંદ કરી છે તેને જોઈને તમે ચોંકી પણ શકો છો. જાડેજાએ પોતાની ડ્રીમ ટીમમાં ન માત્ર ધોનીને સુકાન બનાવ્યો પરંતુ લાંબા સમયથી વનડે ટીમમાંથી બહાર ચાલી રહેલા આર અશ્વિનને પણ જગ્યા આપી છે. તેની ટીમમાં ચાર સ્પીનર સામેલ છે. આ નામ છે રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ. 

ધોનીને ફરી કેપ્ટન બનાવવાના મામલામાં જાડેજાએ કહ્યું કે, તે માત્ર આ ટૂર્નામેન્ટ માટે આમ ઈચ્છે છે. કારણ કે ધોનીની પાસે આગેવાનીનો શાનદાર અનુભર છે. જાડેજાએ કહ્યું, જો કોઈને લાગે કે વિરાટ ધોનીથી સારી કેપ્ટનશિપ કરી શકે છે, તો તે મારી સાથે ચર્ચા કરી શકે છે. વિશ્વમાં કોઈપણ તે ન કહી શકે કે ધોની રણનીતિ બનાવવાના મામલામાં નંબર-1 પર નહીં પરંતુ નંબર-2 પર આવે છે. 

વિશ્વકપમાં દરેક ટીમ માટે ખતરો બનશે વેસ્ટઈન્ડિઝઃ ડ્વેન બ્રાવો

1999માં ઈંગ્લેન્ડમાં આયોજીત વિશ્વકપમાં ભારત માટે રમી ચુકેલા જાડેજાએ આખરે અહીં રમાનારા વિશ્વકપ 2019માં 4-4 સ્પિનરોને તક આપીને બધાને હેરાન કરી દીધા છે. પરંતુ જાડેજાની બંન્ને ઈચ્છા સત્યથી ઘણી દૂર લાગે છે. ન તો વિશ્વકપ માટે પસંદ કરાયેલી ટીમમાં તમને ચાર-ચાર સ્પિનરો જોવા મળશે ન તો ધોનીને ટીમની કમાન મળશે. 

આ સિવાય તેણે ત્રણ-ત્રણ વિકેટકીપર બેટ્સમેનોને તક આપી છે. જાડેજાએ ધોની, દિનેશ કાર્તિક અને રિષભ પંતને પસંદ કર્યા છે. કાર્તિકને પસંદ કરવા માટે તેણે જણાવ્યું કે, તે ઓપનિંગથી લઈને 7માં નંબર સુધી બેટિંગ કરી શકે છે અને જો વિશ્વકપ  દરમિયાન કોઈ ઈજાગ્રસ્ત થાય તો દિનેશ કાર્તિક ટીમ માટે મહત્વપૂર્ણ સાહિત થઈ શકે છે. 

ધોનીએ 2016માં જ તમામ ફોર્મેટમાંથી સુકાન છોડી દીધું હતું અને તે પહેલાથી વિરાટના હાથમાં ટીમનું સુરક્ષિત ભવિષ્ય જોઈ રહ્યો હતો. આ સિવાય ધોની સમયે સમયે મેદાન પર કોહલી અને ટીમને પોતાનો અનુભ વહેંચે છે. તે મુશ્કેલ સ્થિતિમાં કેપ્ટનની ભૂમિકા અદા કરે છે જે વિશ્વકપમાં પણ જોવા મળશે. 

જાડેજાએ પસંદ કરેલી ટીમઃ
રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, વિરાટ કોહલી, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), રિષભ પંત, દિનેશ કાર્તિક, અંબાતી રાયડૂ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More