MS Dhoni Statement on Playing IPL 2025: આઈપીએલ 2025માં એમએસ ધોનીના રમવા અંગે હજુ પણ શંકા હતી. હવે આખરે તેણે પોતે જ ક્રિકેટ રમવું કે નહીં તે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ધોનીના રમવા પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ધોનીનું કહેવું છે કે તે હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, એમએસ ધોનીએ કહ્યું, "હું હજુ જેટલા વર્ષો સુધી રમી શકું આ રમતનો આનંદ લેવા માંગુ છું. જ્યારે તમે ક્રિકેટને એક પ્રોફેશનલ ગેમ તરીકે જોવાનું શરૂ કરો છો, તો પછી તેને રમત તરીકે માણવું મુશ્કેલ થઈ જાય છે." તમને જણાવી દઈએ કે CSKના CEO કાશી વિશ્વનાથને પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે ધોનીને રમવા માટે તૈયાર રહેવું જોઈએ, તેને આનાથી વધુ કંઈ ઈચ્છતા નથી.
આ પણ વાંચોઃ કેમ પુણે ટેસ્ટમાં હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિત શર્માએ ગણાવ્યા એક-એક કારણ
હજુ કેટલાક વર્ષો...
ધોનીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું- હું ભાવનાત્મક રૂપથી ક્રિકેટ સાથે જોડાયેલો છું અને તેને લઈને હજુ પ્રતિબદ્ધ છું. હજુ આગામી કેટલાક વર્ષ ક્રિકેટનો આનંદ લેવા ઈચ્છુ છું. IPLમાં બેથી અઢી મહિના રમી શકવા માટે મારે બાકીના 9 મહિના મારી ફિટનેસ જાળવી રાખવી પડશે. તમારે તેના માટે એક યોજના બનાવવી પડશે, પરંતુ તે જ સમયે દરેક વસ્તુનો આનંદ લેવો મહત્વપૂર્ણ છે."
થાલાના નિવેદનનો મતલબ તે નથી કે તેણે આઈપીએલ 2025માં રમવાની પુષ્ટિ કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ હજુ પણ તેની રાહ જોઈ રહ્યું છે ધોની ક્યારે આગામી સીઝન રમવા ગ્રીન સિગ્નલ આપે છે. રિપોર્ટ અનુસાર સીએસકેના અધિકારી તે આશા કરી રહ્યાં છે કે ધોની 28 ઓક્ટોબર સુધી પોતાનો નિર્ણય જણાવી શકે છે. બીજી તરફ એવી અટકળો પણ ચાલી રહી છે કે BCCI રિટેન્શન લિસ્ટ સબમિટ કરવા માટે ડેડલાઈન એટલે કે 31મી ઓક્ટોબરના એક દિવસ પહેલા જ પોતાનો નિર્ણય જાહેર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે