Home> Sports
Advertisement
Prev
Next

રાંચીમાં ક્રિકેટ નહીં, ટેનિસ રમતો જોવા મળ્યો ધોની, વીડિયો વાયરલ

ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચીમાં ટેનિસ રમતો જોવા મળ્યો હતો. 

રાંચીમાં ક્રિકેટ નહીં, ટેનિસ રમતો જોવા મળ્યો ધોની, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની રાંચીમાં ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન કોમ્પલેક્સમાં ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. આ વર્ષે જુલાઇમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપ બાદ ધોનીએ ક્રિકેટથી બ્રેક લીધો છે. 

fallbacks

ટેનિસ ટૂર્નામેન્ટમાં રમતા તેનો ફોટો લેવામાં આવ્યો, જે સોશિયલ મીડિયા પર રવિવારે વાયરલ થયો હતો. ફોટોને સૌથી પહેલા એક ફેને શેર કર્યો હતો. ત્યારબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે તે ફોટોને ટ્વીટ કર્યો હતો. એક ફેને તેનો વીડિયો પણ ટ્વીટર પર અપલોડ કર્યો છે. 

સીએસકેએ પોતાની પોસ્ટમાં લખ્યું, 'કિંગ તમારી સેવામાં' ધોની લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે અને તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ગમે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More