Home> Sports
Advertisement
Prev
Next

વિશ્વ કપ બાદ એમએસ ધોની લેશે ક્રિકેટમાંથી નિવૃતીઃ મીડિયા રિપોર્ટ્સ

વિશ્વકપમાં પોતાના ફીકા પ્રદર્શનને કારણે ચારેતરફથી ટીકાનો સામનો કરી રહેલા ધોનીએ લગભગ ક્રિકેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય કરી લીધો છે. પીટીઆઈએ દાવો કર્યો કે ધોની આ વિશ્વકપમાં પોતાની અંતિમ મેચ રમશે. 

વિશ્વ કપ બાદ એમએસ ધોની લેશે ક્રિકેટમાંથી નિવૃતીઃ મીડિયા રિપોર્ટ્સ

નવી દિલ્હીઃ વિશ્વ કપમાં એમએસ ધોનીની ધીમી ઈનિંગની સતત ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્ચ આલોચના કરી રહ્યાં છે. આ વચ્ચે પીટીઆીના હવાલાથી ખબર આવી રહી છે કે વિશ્વકપ બાદ પૂર્વ કેપ્ટન ધોની ક્રિકેટમાંથી નિવૃતી લેશે. પીટીઆઈને બીસીસીઆઈએ એક અધિકારીના હવાલાથી દાવો કર્યો કે એમએસ ધોની વિશ્વકપમાં પોતાની અંતિમ મેચ રમશે અને ત્યારબાદ સંન્યાસની જાહેરાત કરશે. 

fallbacks

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સતત ધોની આલોચકોના નિશાના પર છે. ખાસ કરીને વિશ્વકપમાં ધોનીની ધીમી ઈનિંગ ઘણીવાર ટીમ ઈન્ડિયા માટે ભારે પડી રહી છે. ધીમી ઈનિંગની સાથે છેલ્લા એક વર્ષથી ધોનીની શાનદાર ફિનિશરની છબી પણ ધોવાવા લાગી છે. વિશ્વ કપમાં પસંદગી થયા પહેલા જ એવી અટકળો લાગી રહી હતી કે ધોની ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ બાદ નિવૃત થઈ જશે. 

અફઘઆનિસ્તાન વિરુદ્ધ બેટિંગની થઈ હતી ટીકા 
અફઘાનિસ્તાન વિરુદ્ધ રમેલી 52 બોલમાં 28 રનની ઈનિંગની ખૂબ આલોચના થઈ હતી. તેની આ ઈનિંગથી ન માત્ર ફેન્સ પરંતુ સચિન તેંડુલકર પણ ઘણા નિરાશ થયા હતા. ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ઓવરોમાં મોટા શોટ્સ ન લગાવવાને કારણે ધોનીની ટીકા થઈ હતી. વિશ્વ કપમાં સતત સ્પિનરોની સાથે ધોની સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પણ મેચમાં ધઓની પોતાના સહજ અંદાજમાં જોવા ન મળ્યો. 

વિશ્વકપની ટીમમાં સ્થાન ન મળતા અંતે અંબાતી રાયડૂએ ક્રિકેટને કહ્યું અલવિદા

આ વિશ્વકપમાં ફીકો રહ્યો ધોનીનો જાદૂ
ભારત વિરુદ્ધ આફ્રિકાઃ 34 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાઃ 27 રન અને 1 કેચ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનઃ 1 રન અને 0 કેચ-સ્ટમ્પ
ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાનઃ 28 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝઃ 56 રન અને 1 સ્ટમ્પ
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ 42* રન 0 કેચ/સ્ટમ્પ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More