Home> Sports
Advertisement
Prev
Next

MS Dhoni કરી રહ્યો હતો પોતાની નવી ગાડીની સફાઇ, પુત્રી ઝીવાએ આ રીતે આપ્યો સાથ

ધોનીએ પોતાની લીલા કલરની જોંગા કાર થોડા દિવસ પહેલા ખરીદી છે. 1990 બાદ આ કારનું ઉત્પાદન બંધ થઈ ગયું છે અને આર્મીમાં આ ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. 
 

MS Dhoni કરી રહ્યો હતો પોતાની નવી ગાડીની સફાઇ, પુત્રી ઝીવાએ આ રીતે આપ્યો સાથ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની પુત્રી ઝીવાને ખુબ પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયા પર તે પોતાની પુત્રીની સાથે વીડિયો શેર કરતો રહે છે. હવે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે તે પોતાની નવી ગાડી જોંગાની સફાઇ કરી રહ્યો છે અને પોતાની પુત્રી પણ તેનો સાથ આપી રહી છે. 

fallbacks

આ વીડિયોમાં ધોની ઉઘાડા પગે દેખાઈ રહ્યો છે. તેણે ભૂરા કલરની ટીશર્ટ પહેરી છે અને પોતાની નવી ગાડી જોંગાને સાફ કરી રહ્યો છે. પુત્રી ઝીવા પણ સફાઇમાં પિતાનો સાથ આપી રહી છે. ઝીવાએ લાલ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે ગાડીની સફાઇ કરી રહી છે. ધોનીએ આ વીડિયોને શેર કરતા કેપ્શન આપ્યું છે કે જ્યારે ગાડી મોટી હોય તો નાની મદદ પણ ઘણું મહત્વ  રાખે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A little help always goes a long way specially when u realise it’s a big vehicle

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીએ પોતાની લીલા કલરની જોંગા કાર થોડા દિવસ પહેલા ખરીદી છે. 1990 બાદ આ કારનું ઉત્પાદન બંધ થઈ ગયું છે અને આર્મીમાં આ ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોતાની આ કારથી ધોની રાંચી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમ પહોંચ્યો હતો. ધોનીને ગાડી અને બાઇકનો શોખ છે અને તેની ગાડીના કાફલામાં હવે જોંગાનું નામ જોડાઇ ગયું છે. 

IND vs BAN: ભારતીય ટીમની જાહેરાત, વિરાટને આરામ, રોહિત કેપ્ટન

મહત્વનું છે કે ધોની આ સમયે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. તેણે વિશ્વકપની સેમિફાઇનલ બાદ કોઈ મેચ રમી નથી. તેના ક્રિકેટ કરિયરને લઈને હજુ કંઇ સ્પષ્ટ નથી. હજુ સુધી નક્કી નથી કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી ક્યારે કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More