Home> Sports
Advertisement
Prev
Next

IPL: અર્જુન તેંડુલકરને ખરીદવા પર ઉઠ્યા સવાલ, MI એ આપ્યું રિએક્શન

ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ના ક્રિકેટ કેરિયરને ત્યારે મજબૂતી મળી જ્યારે મુંબઇ ઇંડિયન્સએ IPL Auction 2021 ની હરાજીમાં આ યુવા ઓલરાઉન્ડરને ખરીદી લીધો. 

IPL: અર્જુન તેંડુલકરને ખરીદવા પર ઉઠ્યા સવાલ, MI એ આપ્યું રિએક્શન

ચેન્નાઇ: ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના પુત્ર અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ના ક્રિકેટ કેરિયરને ત્યારે મજબૂતી મળી જ્યારે મુંબઇ ઇંડિયન્સએ IPL Auction 2021 ની હરાજીમાં આ યુવા ઓલરાઉન્ડરને ખરીદી લીધો. 

fallbacks

મુંબઇએ અર્જુનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
મુંબઇ ઇન્ડીયન્સ માટે રમવા માટે સચિન હવે આ ટીમમાં મેંટરની ભૂમિકા ભજવી રહ્યા છે અને આ ફ્રેંચાઇઝીએ અર્જુનને 20 લાખ રૂપિયાના તેમના બેસ પ્રાઇઝ પર ખરીદી લીધો. સચિન તેંડુલકરનો પુત્ર હોવાના કારણે અર્જુન તેંડુલકર પર એક અલગ પ્રકારનું દબાણ પણ હોય છે. 

Gold Price Today, 19 February 2021: 10,000થી વધુ સસ્તું થયું સોનું, 9 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું

મુંબઇએ આપ્યું રિએક્શન
મુંબઇ ઇન્ડીયનન્સે અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) ને ખરીદ્યા બાદ પોતાની રિએક્શન આપ્યા છે. મુંબઇ ઇન્ડિયંસના (IPL Auction 2021) હેડ કોચ મહેલા જયવર્ધનેએ કહ્યું કે 'અર્જુન તેંડુલકર  (Arjun Tendulkar) ને ટીમના તેમના ટેલેન્ટના કારણે સિલેક્ટ કરવામાં આવ્યા. મુંબઇ ઇન્ડીયન્સમાં અર્જુનને ઘણું બધુ શીખવા મળશે. અર્જુન સમય સાથે પોતાની રમતને વધુ સારી બનાવશે. 

WhatsApp એ ફરી રિલીઝ કરી પ્રાઇવેસી પોલિસી, જાણો લો ખતરો

જયવર્ધનેએ સ્પષ્ટ કર્યું કે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના કારણે અર્જુન તેંડુલકરના માથા પર મોટું ટેગ લાગવાનું છે કે તે એક બોલર છે, બેટ્સમેન નથી. આ અર્જુન માટે સીખવાની મોટી તક છે. તે હજુ યુવાન છે.  

સચિનના લીધે મળી તક?
મુંબઇ ઇન્ડીયન્સના ડાયરેક્ટર ઝહીર ખાને કહ્યું, ' અર્જુન તેંડુલકર ખૂબ જ મહેનતું છે, તે ખૂબ શીખવા માંગે છે, આ બધુ એક્સાઇટિંગ વાત છે. સચિન તેંડુલકરનો પુત્ર હોવાનું એકસ્ટ્રા પ્રેશર તેના પર હંમેશા રહેશે, આ એવી વસ્તુ છે, જેની સાથે તેને જીવવું પડશે, ટીમના માહોલ પાસે તેને મદદ મળશે. 

અર્જુન તેંડુલકર ગત બે થી ત્રણ સીઝનથી નેટ બોલરની ભૂમિકા ભજવી રહ્યા હતા. 21 વર્ષના અર્જુને તાજેતરમાં જ મુંબઇની સીનિયર ટીમ દ્રાર ડેબ્યૂ કર્યું જ્યારે તે હરિયાણા વિરૂદ્ધ સૈયદ મુસ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More