Home> Sports
Advertisement
Prev
Next

IPL-12: સુપર ઓવરમાં મુંબઇ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું, નંબર 1 માટે ચેન્નાઇ સામે થશે ટક્કર

મુંબઇની ટીમે ગુરુવારે રમાયેલી મેચમાં 5 વિકેટ ગુમાવી 162 રન બનાવ્યા હતા. જ્યારે હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવતા મેચ ટાઇ થઇ પરંતુ સુપર ઓવરમાં મુંબઇનો વિજય થયો હતો.

IPL-12: સુપર ઓવરમાં મુંબઇ હૈદરાબાદને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું, નંબર 1 માટે ચેન્નાઇ સામે થશે ટક્કર

દિલ્હી: મુંબઇના વાનખેડે સ્ટેડિયમાં રમાઇ રહેલી આઇપીએલની 51મી મેચમાં મુંબઇ દ્વારા આપવામાં આવેલા 163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન કરતા મેચમાં ટાઇ થઇ હતી, અને તેનું પરિણામ સુપરઓવરમાં આવ્યું જેમાં મુંબઇની ટીમનો વિજય થતા તેનું પ્લેઓફમાં સ્થાન નક્કી થયું છે. સુપર ઓવર રમવામાં આવી જેમાં હૈદરાબાદે 02 વિકેટે 08 રન બનાવ્યા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડીયન્સે 03 બોલમાં 09 રન બનાવી શાનદાર જીત મેળવી હતી. 

fallbacks

આ જીતની સાથે જ મુંબઇની ટીમ આઇપીએલ 12ના પ્લેઓફ ટેબલમાં 16 અંકની સાથે બીજા સ્થાન પર પહોંચી ગઇ છે. હૈદરાબાદની ટીમ પણ 12 અંક પર છે. અને તે ચોથા સ્થાને છે. ચેન્નાઇ 18 અંક મેળવીને પહેલા સ્થાન પર યથાવત છે. દિલ્હીની ટીમ 16 અંક મેળવીને ત્રીજા સ્થાન પર છે. આ ત્રણેય ટીમોની એક-એક મેચ બાકી છે. આ રીતે આ ત્રણેય ટીમો પહેલુ સ્થાન ગ્રહણ કરવા માટેની રેસમાં છે. જો છેલ્લી મેચમાં ચેન્નાઇ હાઇરી જાય તો અને મુંબઇ અને દિલ્હી જીતી જાય તો ત્રણેય ટીમો બરાબર અંક પર આવી જશે. આવા સંજોગોમાં ટોપ ટીમનો નિર્ણય રનરેટના આધારે કરવામાં આવશે. અને જો ચેન્નાઇ આ મેચ જીતશે તો દિલ્હી અને મુંબઇ વચ્ચે બીજા સ્થાન માટે જંગ થશે.

fallbacks

આજે થયેલી મેચમાં મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, તેમણની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન કર્યા હતા. જેમાં મુંબઇ તરફથી સૌથી વધારે 69 રન ઓપનર ડિ-કોકે કર્યા હતા. રોહિત શર્માએ 24, સૂર્યકુમારે 23, હાર્દિક પંડ્યાએ 18, અને પોલાર્ડે 10 તથા કૃણાલે 9 રન કર્યા હતા. જેમાં હૈદૉરાબાદ કરપથી સૌથી વધારે ખલીલ અહેમદે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી હતી. 

હવે મુંબઇને તેના છેલ્લા લીંગ મેચમાં કોલકત્તા સાથે ટક્કર કરવાની છે. આ મેચ રવિવારે થશે. આ આઇપીએલ-12ની છેલ્લી લીંગ મેચ હશે. હૈદરાબાદની ટીમ હવે શનિવારે વિરાટ કોહલીની ટીમ બેગલોર સાથે ટકરાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More