Home> Sports
Advertisement
Prev
Next

IPL શરૂ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો નવો 'રેકોર્ડ'

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)  અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) ના 1.4 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે.

IPL શરૂ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો નવો 'રેકોર્ડ'

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ  (IPL)મા મુંબઈ ઈન્ડિયન્સ (MI) એકમાત્ર ટીમ છે જેણે ચાર વખત ટ્રોફી પર કબજો કર્યો છે. હવે IPL 2020 શરૂ થવાના થોડા દિવસ પહેલા મુંબઈની આ ફ્રેન્ચાઇઝી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે ઇન્સ્ટાગ્રામ પર પાંચ મિલિયન ફોલોઅર્સ (MI 5 million Followers)નો આંકડો હાસિલ કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)  4.8 મિલિયનની સાથે બીજા નંબર પર છે અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore)  4 મિલિયનની સાથે ત્રીજા સ્થાને છે.

fallbacks

અહીં તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે અન્ય કોઈ આઈપીએલ ટીમના 2 મિલિયન ફોલોઅર્સ પણ નથી. કોલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) 2 મિલિયનની નજીક છે તેના 1.7 મિલિયન ફોલોઅર્સ છે, તો સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)  1.5 મિલિયન ફોલોઅર્સ છે અને તે પાંચમાં સ્થાને છે. 

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)  અને કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) ના 1.4 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે તો 2008મા આઈપીએલની પ્રથમ સીઝન જીતનારી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) છેલ્લા સ્થાન પર છે. તેને હાલમાં 1 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. 

IPL 2020, Team Preview: પેટ કમિન્સ આવવાથી મજબૂત બની ટીમ, આ વર્ષે ફાઇનલમાં પહોંચી શકે છે KKR 

મુંબઈ ઈન્ડિયન્સ છે ડિફેન્ડિંગ ચેમ્પિયન
મુંબઈ ઈન્ડિયન્સે પાછલા વર્ષે રોમાંચક મુકાબલામાં ચેન્નઈને એક રને હરાવ્યું હતું. તો તેણે 2017મા રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને 1 રને હરાવ્યું હતું. મુંબઈની ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં સારો ફેન બેઝ તૈયાર કર્યો છે. 

પરંતુ રોહિત શર્માની આગેવાની વાળી ટીમની વાત કરીએ તો યૂએઈમાં તેનો રેકોર્ડ ખુબ સારો નથી. 2014મા જ્યારે યૂએઈમાં આઈપીએલની કેટલીક મેચોનું આયોજન થયું હતું તો મુંબઈની ટીમ ત્યાં પાંચ મેચ હારી ગઈ હતી. ત્યારબાદ ભારતમાં આગામી રાઉન્ડમાં તેણે સાત મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી હતી.

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More