Home> Sports
Advertisement
Prev
Next

IPL મેચ પહેલા રોહિત શર્માએ પુત્રીને સંભળાવ્યું 'અસલી હિપ હોપ', વાયરલ થયો VIDEO

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનનો શનિવાર (23 માર્ચ)થી પ્રારંભ થઈ રહ્યો છે. 

IPL મેચ પહેલા રોહિત શર્માએ પુત્રીને સંભળાવ્યું 'અસલી હિપ હોપ', વાયરલ થયો VIDEO

નવી દિલ્હીઃ ઈન્ડિન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનનો શનિવાર (23 માર્ચ)થી પ્રારંભ થવાનો છે. લીગની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ મેચ 24 માર્ચે દિલ્હી કેપિટલ્સની સામે છે. બંન્ને ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે રાત્રે 8 કલાકે ટકરાશે. બીજીતરફ મુંબઈને ત્રણ વખત ચેમ્પિયન બનાવી ચુકેલ કેપ્ટન રોહિત શર્મા મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે. રોહિતનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે પોતાની પુર્તી સમાયરાને રમાડતો-ખવડાવતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

આ વીડિયો રોહિત શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમાં તે પોતાની ક્યૂટ પુત્રીને અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગલિ બોય'નું ગીત 'અસલી હિપ હોપ' સંભળાવતો જોવા મળી રહ્યો છે. પોતાની માસૂમ પુત્રી પણ ગીતને સાંભળીને ચીં-ચીં કરતી જોવા મળી રહી છે. પિતા અને પુત્રીના અનમોલ ક્ષણનો વીડિયો જોઇને પ્રશંસક પણ ખૂબ ખુશીભરી કોમેન્ટ અને રિપ્લાઇ કરી રહ્યાં છે. વીડિયો શેર કરતા ક્રિકેટરે લખ્યું, આપણા બધામાં થોડો ઘણો ગલીનો ઉલ્લાસ છે. 

આ સિવાય રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પણ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કર્યો છે. તેણે લખ્યું, મે મારી કોછમાં તેને હાલરડા સંભળાવીને 9 મહિના પસાર કર્યા અને તે (રોહિત) તેની સાથે ગલી બોયનો રોલ કરી રહ્યો છે, જે બધુ તેની (પુત્રી) વિશે છે. 

આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ આ વીડિયોને શેર કરતા લખ્યું છે, અસલી હિટમેનને મળાઓ હિન્દુસ્તાનને. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More