Home> Sports
Advertisement
Prev
Next

IPL 2021: મુંબઇ ઈન્ડિયન્સે 14 મી સિઝન માટે લોન્ચ કરી નવી ટી-શર્ટ, જુઓ વીડિયો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી (IPL 14) સિઝન માટે મુંબઇ ઈન્ડિયન્સે (Mumbai Indians) તેમની તૈયારીઓ તેજ કરી છે. આઇપીએલની (IPL 2021) સૌથી સફળ ટીમમાંથી એક મુંબઇ ઈન્ડિયન્સે નવી સિઝન માટે ટી-શર્ટ (Mumbai Indians new Jersey) લોન્ચ કરી છે

IPL 2021: મુંબઇ ઈન્ડિયન્સે 14 મી સિઝન માટે લોન્ચ કરી નવી ટી-શર્ટ, જુઓ વીડિયો

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી (IPL 14) સિઝન માટે મુંબઇ ઈન્ડિયન્સે (Mumbai Indians) તેમની તૈયારીઓ તેજ કરી છે. આઇપીએલની (IPL 2021) સૌથી સફળ ટીમમાંથી એક મુંબઇ ઈન્ડિયન્સે નવી સિઝન માટે ટી-શર્ટ (Mumbai Indians new Jersey) લોન્ચ કરી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટી-શર્ટમાં બ્રહ્માંડની સંરચનાના પાંચ મૂળ તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનું કહેવું છે કે, આ ફ્રેન્ચાઈઝીના મૂલ્યોને દર્શાવે છે.

fallbacks

ટી-શર્ટ વિશે મુંબઈ ઈન્ડિયન્સે કહ્યું, મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) દર વર્ષ એક વિરાસતને આગળ વધારીએ છે, જે આપણા મૂળ મૂલ્યો અને વિચારધારાઓ પર આધારિત છે. અમારા પાંચ આઇપીએલ (IPL 2021) ખિતાબ આ મૂલ્યો માટે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે દર વર્ષે અમારી ટી-શર્ટના (New Jersey) માધ્યમથી તેને દેખાળી રહ્યા છીએ.

પહેલાની જેમ વાદળી રંગની આ ટી-શર્ટમાં ગોલ્ડન રંગોનો વધારે ઉપયોગ છે. ગત ચેમ્પિયન ટીમ આઇપીએલમાં પોતાના અભિયાનની શરૂઆત 9 એપ્રિલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે કરશે.

આ પણ વાંચો:- IND vs ENG: પુણેમાં કાલે 'ફાઇનલ' વનડે, ભારતીય ટીમમાંથી આ બે ખેલાડી થશે બહાર

લીગની સૌથી સફળ ટીમ છે મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020 માં આઈપીએલ ખિતાબ પોતાને નામ કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઇપીએલ ખિતાબ પોતાના નામે કર્યો છે.

આ પણ વાંચો:- હાર્દિક પંડ્યા આ કારણથી વન ડે સિરીઝમાં નથી કરી રહ્યો બોલિંગ, કોહલીએ જણાવ્યો ફ્યૂચર પ્લાન

ખાસ વાત એ છે કે, મુંબઇ ઈન્ડિયન્સે પાંચ વખત રોહિત શર્માની આગેવાનીમાં ખિતાબ મેળવ્યો છે. આ સિઝનમાં પણ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રોહિત શર્માની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More