Home> Sports
Advertisement
Prev
Next

Neeraj Chopra:નીરજ ચોપડા દૂર 39 વર્ષ બાદ દેશને અપાવશે મેડલ? દેશની નજર તેમની તરફ

વર્લ્ડના નંબર વન ગ્રેનેડાના જેવલિન થ્રોઅર એન્ડરસન અને પીટર્સ અને વર્લ્ડમાં ચોથી સ્થાન પ્રાપ્ત કરનાર નીરજ ચોપડાની વચ્ચે રોમાંચક મુકાબલાની આશા છે. બંને વચ્ચે હાલની સીઝન પાછળ કેટલાક મુકાબલામાં જોરદાર ટક્કર જોવા મળી છે. 

Neeraj Chopra:નીરજ ચોપડા દૂર 39 વર્ષ બાદ દેશને અપાવશે મેડલ? દેશની નજર તેમની તરફ

World Athletics Championships 2022: વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અત્યારે નીરજ ચોપડા મેડલ માટે રમી રહ્યા છે. ગ્રેનેડાના જેવલિન થ્રોઅર પીટર્સ એન્ડરસન સાથે રોમાચંક જંગ યોજાઇ રહી છે. નીરજ ચોપરાએ ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે ફરી એકવાર તેમની પર નજર મંડરાયેલી છે. 

fallbacks

39 વર્ષનો દુકાળ થશે ખમત
ભારતે વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 18 વર્ષ પહેલાં કાંસ્ય પદક જીત્યો હતો. વર્ષ 2003 માં દિગ્ગજ એથલીટ અંજૂ બોબી જોર્જે લોન્ગ જંપમાં ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન પહેલીવાર 1983 માં કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી. નીરજ ચોપરાએ ઇતિહાસ રચતાં ક્વાલિફાયર ઇવેન્ટમાં પહેલાં જ થ્રોમાં 88.39 મીટરનો સ્કોર કરતાં ફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું. 

નીરજ ચોપડા અને એન્ડરસન પીટર્સમાં થઇ શકે રોમાચંક જંગ
વર્લ્ડના નંબર વન ગ્રેનેડાના જેવલિન થ્રોઅર એન્ડરસન અને પીટર્સ અને વર્લ્ડમાં ચોથી સ્થાન પ્રાપ્ત કરનાર નીરજ ચોપડાની વચ્ચે રોમાંચક મુકાબલાની આશા છે. બંને વચ્ચે હાલની સીઝન પાછળ કેટલાક મુકાબલામાં જોરદાર ટક્કર જોવા મળી છે. 

ગત વખતે ઇજાના કારણે રમી શક્યા ન હતા નીરજ
24 વર્ષના ભારતીય સ્ટાર ગત સીઝનમાં ખૂણીમાં સર્જરીના કારણે રમી શક્યા ન હતા. સાથે જ 2017ની સીઝનમાં તે ફાઇનલ માટે ક્વાલિફાઇ કરી શક્યા ન હતા. તેમણે 82.26 મીટરનો સ્કોર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More