Home> Sports
Advertisement
Prev
Next

‘મારે કપિલ દેવ નથી બનવું, મને હાર્દિક પંડ્યા જ રહેવા દો’

હાર્દિક પંડ્યાની પાંચ વિકેટની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં ભારતે 161 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. જ્યારે બીજી ઇનિંગ્સમાં ભારતે 2 વિકેટ ગુમાવી 292 રનની લીડ મેળવી છે.

‘મારે કપિલ દેવ નથી બનવું, મને હાર્દિક પંડ્યા જ રહેવા દો’

લંડન: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાનું કહેવું છે, કે તે દિગ્ગજ ખેલાડી કપિલ દેવ સાથે તેની સરખામણી કરવા નથી માંગતો, વેબસાઇટ ‘ઇએસપીએન’ના રિપોર્ટ મુજબ, હાર્દિક ઇચ્છે છે, કે દુનિયા તેને હાર્દિકના નામથી જ ઓળખે અને તે કપિલ દેવ બનવા નથી માંગતો, ઈંગ્લેન્ડની સામે હાર્દિકએ બીજા દિવસે માત્ર 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. એવામાં બીજ દિવસ બાદ પંડ્યાએ તેના પ્રદશનને લઇને કહ્યુ કે, અન્ય ખેલાડી સાથે તેની તુલનાથી થાકી ગયો છું, મહત્વનું છે, કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચ ચાલી રહી છે. જેમાં હાર્દિકના જોરદાર પ્રદશનથી ભારતે તેની સ્થિતી મજબૂત કરી દીધી છે.

fallbacks

હાર્દિકે કહ્યું કે ’ સૌથી મોટી સમસ્યાતો એ છે, તે તમારી તુલના કોઇ દિગ્ગજ ખેલાડી સાથે કરવામાં આવતી હોય અને જ્યારે અચાનક જ જો ખોટું થઇ જાય તો, લોકો કહે છે, કે આતો કપિલ જેવો નથી. અને હું પણ કપિલ બનવા નથી માંગતો. મને હાર્દિક પંડ્યા જ રહેવા દો. હુ મારી પોતાની ઓળખ સાથે ખુશ છું.

fallbacks

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિકે કહ્યું કે, મારા કરિયારમાં હુ  અત્યાર સુધી 40 વનડે , 10 ટેસ્ટ મેચ રમ્યો છું અને હુ અત્યારે પણ હાર્દિક જ છું, કપિલ નથી. તે યુગમાં ઘણા દિગ્ગજ ખેલડી થઇ ગયા હતા. મને હાર્દિક જ રહેવા દો. બીજા કોઇ સાથે મારી તુલના કરવાનું બંધ કરશો તો મને ખુશી મળશે.

હાર્દિકે ટીકાકારો પર પ્રહાર કરતા કહ્યું કે, હુ એ લોકો માટે નથી રમતો, તેમને આવી વાતો કરવા માટે રૂપિયા મળે છે. જેની હુ ચિંતા કરવા નથી માંગતો. હુ મારા દેશ માટે રમી રહ્યો છું. અને સારૂ રમી રહ્યો છું. અને મારી ટીમ મારી રમતથી ખુશ છે. સારા પ્રદશન સિવાય મારા માટે બીજુ કોઇ મહત્વ નથી રાખતું

fallbacks

ટેસ્ટમાં પંડ્યાનું આ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન
ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડના મોટા ભાગના પ્લેયરોએ હાર્દિકની બોલીંગ સામે ધ્વસ્ત થઇ ગયા હતા. હાર્દિક પંડ્યાએ 6 ઓવરમાં 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જેમાં એક મેડન ઓવર પણ નાખી હતી. જ્યારે બુમરાહ અને ઇશાંતને 2-2 વિકેટ મળી હતી. અને શમીને 1 વિકેટ મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More