Thamsyn Newton Retirement : આ સ્ટાર ઓલરાઉન્ડરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેને છેલ્લા ચાર વર્ષથી ટીમમાં સ્થાન મળી રહ્યું નહોતું. હવે તેણે પોતાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો છે. હવે તેની 14 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે. ન્યુઝીલેન્ડની મહિલા ઓલરાઉન્ડર થેમસીન ન્યૂટને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણીએ 2021માં ન્યુઝીલેન્ડ માટે તેની છેલ્લી મેચ રમી હતી.
30 વર્ષીય થેમસીન ન્યૂટને 2015માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા મળી નહોતી. તે ઘણી વખત ટીમમાં અંદર અને બહાર રહી હતી. થેમસીન ન્યૂટન 2016 T20 વર્લ્ડ કપ અને 2017 ODI વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ટીમનો ભાગ હતી. તે મધ્યમ ગતિની બોલર અને નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ માટે જાણીતી હતી.
10 ODI અને 15 T20 મેચ રમી
તેણે ન્યુઝીલેન્ડ માટે 10 ODI અને 15 T20 મેચ રમી. તેણે ODIમાં 11 વિકેટ અને 57 રન બનાવ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 31 રનમાં પાંચ વિકેટ છે. T20માં તેણે 9 વિકેટ લીધી. તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા. બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે શ્રીલંકા સામે 9 રન આપીને 3 વિકેટ લીધી અને નવેમ્બર 2016માં, તેને પાકિસ્તાન સામે ODIમાં પહેલી વાર પાંચ વિકેટ લીધી.
IPL ખેલાડી પર લાગ્યો બેન...આ T20 લીગે બતાવ્યો બહારનો રસ્તો, જાતીય શોષણનો છે આરોપ
14 વર્ષ લાંબી કારકિર્દીનો અંત
તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતાં સ્થાનિક ક્રિકેટમાં વધુ સફળ રહી. તે 2011-12માં વેલિંગ્ટન સાથે તેની સ્થાનિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2014થી 2018 સુધી કેન્ટરબરીમાં રહી હતી. 2023-24 સીઝન પહેલા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સમાં જતા પહેલા તે પાંચ વર્ષ માટે વેલિંગ્ટન પરત ફરી હતી. તે ન્યુઝીલેન્ડની સ્થાનિક ODI સ્પર્ધા હેલિબર્ટન જોનસ્ટોન શીલ્ડની ફાઇનલમાં ચાર વખત અલગ અલગ ટીમો માટે રમી હતી. તેણે કેન્ટરબરી અને વેલિંગ્ટન સાથે રમતી વખતે એક-એક વખત ટાઇટલ જીત્યું હતું. તે BBLમાં પર્થ-સ્કોર્ચર્સ માટે રમી છે. ન્યૂટન ન્યુઝીલેન્ડની સ્થાનિક મહિલા રગ્બી યુનિયન સ્પર્ધા, ફરાહ પામર કપમાં વેલિંગ્ટન પ્રાઇડ અને હોક્સ બે તુઇ માટે રગ્બી પણ રમી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે